બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / If you are tempted to earn money online, you will be overwhelmed, lost 7 lakh rupees for one thousand

Cyber Fraud / ઓનલાઈન રૂપિયા કમાવવાની લાલચમાં આવશો તો ભરાઈ જશો, એક હજાર માટે ગુમાવ્યા 7 લાખ રૂપિયા

Vishal Dave

Last Updated: 06:00 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમીશન આપવાની લાલચ આપી છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છે

સુરત શહેરમાં સાઇબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમીશન આપવાની લાલચ આપી છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છે..

અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવ્યા 

છેતરપીંડી કરનારે વેબસાઈટમાં ફરિયાદીના નામના યુઝરનેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. 

આ પણ વાંચોઃ  ભાજપમાં તમામ વ્યવસ્થા છે' ગોરધન ઝડફિયાએ કાર્યકર્તાઓની નારાજગીને લઈ કરી આ વાત

ત્યારબાદ 7,50,000માંથી ફરિયાદીને માત્ર 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને 6,94,000નું રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું તેથી અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે અને જીગા એ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ