બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you are suffering from mental stress then worship Lord Shiva as per the ritual on Friday

ધર્મ / શુક્રવારના દિવસના 4 ચમત્કારિક ઉપાય, શુક્ર ચંદ્ર થશે મજબૂત, પરેશાનીઓથી મળશે મુક્તિ

Published By: Mahadev Dave

Last Updated: 09:24 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે માનસિક તણાવથી પરેશાન છો તો શુક્રવારે વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેમજ પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો જોઈએ.

  • શુક્રવારે કરો આ 4 ચમત્કારી ઉપાય, માનસિક તણાવથી મળશે રાહત
  • ચંદ્રમા મજબૂત કરવા માટે ભગવાન શિવજીની પૂજા કરવી
  • શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું

આપણા સનાતન ધર્મમાં દરેક વારનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલુ છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવ્યો છે. આ દિવસે કરૂણા અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મી માટે લક્ષ્મી વૈભવ પણ રાખવામાં આવે છે. આ વ્રત મોટાભાગે મહિલાઓ રાખે છે. પણ આ આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે આ વ્રત સ્ત્રી અને પુરૂષ બંને રાખી શકે છે. આ વ્રત કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

Shukravaar Upay: શુક્રવારના દિવસે અપનાવો આ 9 ઉપાય, માતા લક્ષ્મી પ્રસન્ન  થઈને કરશે ધનનો વરસાદ | shukravaar upay do these remedies on friday to get  blessings of maa lakshami

આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. આ દિવસે દૈત્યોના ગુરૂ શુક્ર દેવની પૂજા કરવામાં આવે છે. શુક્ર દેવની પૂજા કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે.. શુક્ર ગ્રહ બળવાન હોવાના કારણે વ્યક્તિને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.. અને મન પણ પ્રસન્ન રહે છે. જો તમે પણ તનાવમાંથી મુક્ત થવા માંગતા હોય તો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરી શકો છો.. ત્યારે આવો જાણીએ કે શુક્રવારના દિવસે તમારે ક્યાં ઉપાયો કરવા જોઈએ.

Tag | VTV Gujarati

શુક્રવારે કરો આ ઉપાય

જ્યોતિષ કુંડળીમાં શુક્ર અને ચંદ્રમા મજબૂત કરવા માટે ભગવાન શિવજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. જો તમે માનસિક તનાવથી પરેશાન છો. તો તમારે દર શુક્રવારે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ..સાથે જ પૂજાના સમયે કાચ્ચા દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થાય છે. ચંદ્ર મનનો કારક છે.કુંડળીમાં ચંદ્રમા મજબૂત થવાથી માનસિક તનાવની સમસ્યા દુર થાય છે.

કુંડળીમાં શુક્ર અને ચંદ્રમાને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ સમયે ભગવાન શિવને સફેદ રંગના ફુલ, વસ્ત્ર અને મિષ્ટાન અર્પણ કરવું જોઈએ. આ ઉપાયને તમારે દર શુક્રવારના દિવસે કરવો. આવું કરવાથી ચિંતા દુર થાય છે.

શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર અને ચંદ્ર મજબૂત થાય છે. શુક્રવારના દિવસે પૂજા પાઠ કર્યા પછી તમે સફેદ વસ્તુ જેમ કે દુધ, દહીં, ખાંડ અને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. આવુ કરવાથી માનસિક તનાવ દુર થાય છે.

 જો તમે આર્થિક સંકડામણમાં છો અને તેના કારણે તમારી ચિંતા દુર થતી નથી તો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી વિશેષ પુજા અર્ચના કરવી જોઈએ.. પૂજના સમયે માતા લક્ષ્મીજીને કમણના ફુલ અને ખીર અર્પણ કરવી જોઈએ.આવુ કરવાથી તમારા ધન સંબંધિત તમામ સમસ્યાઓ દુર થાય છે અને માનસિક તનાવ પણ રહેતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva mental stress તણાવથી કેમ બચવું મહાદેવ માનસિક તણાવ શિવની પૂજા શુક્રવારના ઉપાયો shukrawar upay

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ