બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / If yoga is done daily the problem of hair loss can be kept under control

વિશ્વ યોગ દિવસ / યુવાનવસ્થામાં વાળ સતત ખરી રહ્યા છે? આ ત્રણ યોગાસનનો કરો પ્રયોગ, ઝડપથી દેખાશે અસર

Kishor

Last Updated: 08:36 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મોંઘા તેલ અને ક્રીમનો ઉપયોગ કરવા છતાં વાળને ખરતા ન અટકાવી શક્યા હોય તો માત્ર આ ત્રણ યોગ કરવાથી સમસ્યા કંટ્રોલમાં આવી શકે છે.

  • યોગ દિવસ નિમિત્તે જાણો વાળ ખરતા અટકાવવામાં મદદ રૂપ થતા આસન
  • રોજ યોગ કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યાને કંટ્રોલમાં રાખી શકાય
  • યોગગુરુ ડોક્ટર ભરત ભૂષણે આપી માહિતી

ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ અને અયોગ્ય ખોરાકને પગલે શરીરમાં વિટામિનની ઉણપ ઊભી થાય છે. પરિણામે વાળ ખરવા સહિતની સમસ્યા માથું ઉચકતી હોય છે. આજના મોટાભાગના યુવાનોમાં આ સમસ્યા જોવા મળે છે. ત્યારે વાળ ખરવાની સમસ્યાથી સ્ત્રી અને પુરુષ છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની દવાઓ લેતા હોય છે તથા મોંઘા તેલ અને ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે છતાં ફાયદો થતો નથી. પરંતુ જો રોજ યોગ કરવામાં આવે તો આ સમસ્યાને કંટ્રોલમાં રાખી શકાય છે. ત્યારે આવો જાણીએ ક્યાં યોગથી શુ થાય છે ફાયદો!

uttanpadasana benefits weight loss yoga precautions details know more

અધોમુખ આસન

યોગગુરુ ડોક્ટર ભરત ભૂષણના જણાવ્યા અનુસાર અધોમુખ આસનથી વાળનો સારો એવો વિકાસ થાય છે. આ આસન કરતી વેળાએ તમારું માથું નીચેની તરફ રહે છે. જેને લઈને માથામાં લોહીનો પ્રવાહ વધતા વાળનો પૂરતું પોષણ મળે છે. આથી વાળનો વિકાસ થાય છે આથી વાળ ખરવાની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે.

વધારે પડતા માથાના વાળ ખરવા આ ગંભીર બીમારીઓના છે સંકેત, નજરઅંદાજ કરવાની ના  કરતા ભૂલ | health tips your hair is falling due to this disease know more

ઉષ્ટ્રાસન આસન
ઉષ્ટ્રાસન આસન વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ આસન દરરોજ કરવાથી વાળને ભરપૂર પોષણ મળે છે અને પૂરતા ઓક્સિજનની સપ્લાય થતી હોવાથી વાળ એકદમ મજબૂત પણ થાય છે. આ આસન કરતી વેળાએ ઘુંટણીએ બેસવામાં આવે છે. ત્યારબાદ હાથને હિપ્સ પર રાખવામાં આવે છે તથા ઘુંટણ અને ખંભા એક જ લાઈનમાં હોવા જોઈએ અને પગના તળિયા ઉપર તરફે હોવા જોઈએ. આ મુદ્રામાં શ્વાસ અંદરની તરફ ખેંચવામાં આવે છે અને કરોડરજ્જુને આગળ તરફ લઈ જવા પ્રયાસ કરવામાં આવે છે. આ દરમિયાન નાભી પર દબાણ અનુભવાવું જોઈએ.

આ કારણોથી પુરૂષોના ખરવા લાગે છે વાળ અને પડે છે ટાલ, માત્ર 7 નુસખાથી ફરી  ઉગવા લાગશે | Men try these home remedies for hair grow also help to grow  hair on

ઉત્તાનાસન આસન

વાળના વિકાસ અને તેને ખરતા અટકાવવામાં સૌથી ફાયદાકારક ગણાતું ઉત્તાનાસન આસન કરવાથી વાળને મજબૂતી મળે છે. આ આસન કરતી વેળાએ માથું નીચે કરી અને માથાને પગ સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દરમિયાન પીઠને વાળવામાં આવે છે. આવી મુદ્રામા  લોહી માથા તરફ જતું હોવાથી પોષણ મળે છે. જેમાં વાળ અને ઓક્સિજન મળતું હોવાથી વાળનો વિકાસ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ