બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If we withdraw the case of a society, what will happen to us? By saying this, various societies demanded from the Gujarat government

અમને'ય આપો / એક સમાજના કેસ પાછા ખેંચો તો અમને કંઈ નહિ ? આમ કહીને વિવિધ સમાજે ગુજરાત સરકાર પાસે કરી માગણી

Mehul

Last Updated: 10:59 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ભાજપ સરકારે પાટીદારો પર થયેલા કેસોને પરત ખેંચવાની જેવી જ કવાયત શરૂ કરી કે હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યા છે.

  •  અલગ-અલગ સમાજની માંગણીથી કમળમાં 'વમળ' 
  • સરકાર એકને રિજે,તો બીજા ખીજે જેવો ઘડાયો ઘાટ 
  •  અન્ય સમાજની પણ કેસ પાછા ખેંચવા માંગ 


જેમ જેમ 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો હવે તમામ સમાજોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે.  તેવામાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદારો પર થયેલા કેસોને પરત ખેંચવાની જેવી જ કવાયત શરૂ કરી કે હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યા છે. અને પોત-પોતાના સમાજ અને આંદોલનકારીઓ પર થયેલા કેસો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલા પાટીદાર મતો અંકે કરવા માટે અત્યારથી રાજકીય કવાયત શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં સીઆર.પાટીલની પાટીદાર કેસો પરત ખેંચવાની જાહેરાત અને ત્યાર બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથેની મુલાકાતથી ચર્ચાઓ તો શરૂ થઈ હતી જ. પરંતુ શુક્રવારે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચી ગયા હતા. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી 2015માં પાટીદાર આંદોલનમાં થયેલા તમામ કેસો પરત ખેંચવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં.પરંતુ આ મુલાકાતમાંથી બહાર આવતા જ સાંસદોએ ગંભીર ગુનાઓ સિવાયના કેસો પરત ખેંચાશે તેવા સંકેત પણ આપ્યા હતા. 

પાટીદાર આંદોલનકારીઓના કેસ પરત ખેંચવાનો મામલો હવે ધીમે ધીમે પેચીદો બનતો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, પાટીદાર આંદોલનકારીઓની સાથે અન્ય આંદોલનકારીઓના કેસ પરત ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કરતા ભરશિયાળે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.  તેમના મતે પાટીદાર સમાજના કેસો પરત ખેંચવામાં સરકાર હકારત્મક છે તે સારી વાત છે.પરંતુ અન્ય સમાજના આંદોલનમાં થયેલ કેસ પણ પરત ખેંચાવા જોઈએ.

મહત્વનું છે કે, પાટીદારની જેમ અન્ય સમાજે પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યા છે. જેમાં કરણી સેના પરના કેસ, ઠાકોર સમાજ પરના કેસ, ભરતી મુદ્દે થયેલા આંદોલનના કેસ, ખેડૂત આંદોલનના કેસ અને આ સિવાય પણ અન્ય આંદોલનો દરમિયાન અનેક કેસ થયા છે.  તેવામાં આ તમામ કેસો પરત ખેંચવાની વાત આવતા સરકાર સામે બકરું કાઢતા ઉંટ પેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે જોવાનું એ રહેશે કે, એક સમાજને રિઝવવા માટે સરકાર અન્ય સમાજોને અવગણે છે કે, પછી તમામ સમાજના કેસો પરત ખેંચે છે. 


'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ