બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / If the shopkeeper or company cheats complain directly on WhatsApp

વ્યવસ્થા / દુકાનદાર કે કંપની છેતરપિંડી કરે તો સીધી WhatsApp પર કરી દો ફરિયાદ, મળશે પૂરો ન્યાય, સરકારે શરુ કરી સુવિધા

Kishor

Last Updated: 11:58 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા નવી સુવિધા વિકસાવી હવે કોઈ કંપની અથવા દુકાનદાર તમારી છેતરપિંડી આચરે છે તો સીધી ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા કરી શકો છો.

  • છેતરપિંડીનો ભોગ બનનાર લોકો WhatsApp દ્વારા પણ કરી શકો છો ફરિયાદ
  • પુરતો ન્યાય અને માર્ગદર્શન મળશે
  • 8800001915 પર સંપર્ક કરવા અનુરોધ

સમાન કે વસ્તુની ખરીદી વેળાએ પૂરતા જ્ઞાનના અભાવને લઈને અવારનવાર ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે સરકાર દ્વારા નવી સુવિધા શરૂ કરવામા આવી છે. તેવામાં હવે કોઈ કંપની અથવા દુકાનદાર તમારી છેતરપિંડી આચરે છે તો સીધી ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેને લઈને પૂરતો ન્યાય મળશે.

સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક કરો

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા ફરિયાદ કરવાનીં પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં WhatsApp પર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમની સમસ્યાઓ અને તેમની સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક પૂરો પાડવાનો છે.

8800001915 પર SMS કરવા અનુરોધ

WhatsApp વાપરતા કોઈ પણ લોકોને કોઈ વધારાના ચાર્જ ચૂકવ્યા વગર જ તેના મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ મામલે ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “જાગૃત ગ્રાહક બનો અને તમારા ઉપભોક્તા અધિકારો માટે WhatsApp 8800001915 પર હવે અમારી સાથે જોડાઓ. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 8800001915 પર SMS કરો. તેવો સતાવાર સંદેશો પ્રસિદ્ધ કર્યો છે.મહત્વનું છે કે આ હેલ્પલાઇન ગ્રાહક મામલાના વિભાગ દ્વારા કામકાજ કરાઈ રહ્યું છે.આ હેલ્પલાઈનનો નંબર 8800001915 છે અને યુઝર્સ તેને પોતાની વોટ્સએપ એપમાં એડ કરી શકે છે. જેનો સંપર્ક કરવા પર પૂરતો ન્યાય મળશે અને સમસ્યા ઉકેલવા માર્ગદર્શન પણ મળશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ