બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અમદાવાદના સમાચાર / If the husband did not take her for a walk in Corona in Ahmedabad, the wives did this shocking work

અરે...આ કેવુ! / અમદાવાદમાં કોરોનામાં પતિ ફરવા ન લઈ ગયા તો પત્નીઓએ કર્યું આ ચોંકાવનારું કામ

Nirav

Last Updated: 04:59 PM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાને કારણે અનોખી સમસ્યાઓ ઊભી થઈ છે. એક બાજુ જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી લઈને ભારત સરકાર સુધી તમામ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને સલામત શારીરિક અંતર જાળવીને કોરોના નિયમોનું પાલન કરે, ત્યારે  ગુજરાતમાં તેનાથી ઊલટ ઘટનાઓ નોંધાઈ છે.

  • ગુજરાતમાં નોંધાઈ સંખ્યાબંધ ફરિયાદો 
  • કોરોના કાળમાં પતિઓ ફરવા ન લઈ ગયા 
  • પત્નીઓએ નારાજ થઈ કરી દીધી ફરિયાદો 

લોકડાઉન અને કોરોનાના સમયમાં જ્યારે ગુજરાતમાં પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાના કેસોમાં વધારો થયો છે. આનું એક કારણ એવું પણ બહાર આવ્યું છે કે પતિ પત્નીઓને કોરોના સમયગાળામાં ક્યાંય પણ ફરવા લઈ ગયા નથી અને ફરવા જવા દેતા નથી જેને લઈને ઘણા દંપતીઓ છૂટાછેડા સુધી પહોંચી ગયા છે.ગુજરાતમાં આવા ડઝનબંધ કેસ નોંધાયેલા છે, જ્યાં નાના મુદ્દાઓ ચાલી રહ્યા છે અને સરકાર ના હેલ્પલાઈન નંબર ઉપર રોજ ફરિયાદ કરવામાં આવી રહી છે.

ધંધો ઠપ્પ છે પરંતુ બહાર ફરવા જવાની જીદ

અમદાવાદ ની એક પોશ કોલોનીમાં રહેવા વાળા નિગમભાઈ જ્વેલરીની દુકાન ચલાવે છે. તેમની પત્ની અસ્મિતાએ સરકારી હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી કે તેમના પતિએ તેણી પર હાથ ઉપાડ્યો છે. નિગમ ભાઈએ હેલ્પલાઈન સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે લોકડાઉનને કારણે તેમનો ધંધો તૂટી પડ્યો છે. આવી સ્થિતિમાં, તેમણે અપેક્ષા રાખી હતી કે દિવાળીમાં થોડી કમાણી થશે અને રાહત મળશે. પરંતુ પત્નીએ આવા સમયે પણ ફરવા જવાની જીદ પકડી રાખી હતી, જેને લઈને અડધી રાત્રે ઝગડો થયો અને તેનાથી તે પરેશાન થઈ ગયા હતા. 

હનીમૂનમાં ફરવા ન જઈ શક્યા તો પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ 

ઇસનપુરમાં રહેતા માના પટેલના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા. માનાના પતિ આઈટી કંપનીમાં નોકરી કરતા હતા, તેમના પતિને નવી નોકરી હતી. લોકડાઉન થવાને કારણે પતિનો પગાર કપાઈને ઓછો આવતો હતો. લગ્ન પછી બંને ક્યાંય જઇ શક્યા ન હતા, માનાને ફરવા જવું હતું પરંતુ પતિ હંમેશા પૈસાની ઉણપની વાત કરતો, તેના પછી પત્નીને લાગ્યું કે તેનો પતિ બહાના કરી રહ્યો છે અને તેની સાથે જવા માંગતો નથી,  આ પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની તેના પિયરમાં ચાલી ગઈ હતી અને છૂટાછેડાની માંગણી કરી હતી. આ કેસમાં વકીલો સમાધાનનો પ્રયાસ કરી રહ્યા છે.

પતિ વિદેશ ન લઈ ગયો જેથી ઝગડા થયા 

એક સમૃદ્ધ પરિવારના પાર્થ વસાવડા અને તેમની પત્નીની વચ્ચે લાંબા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો, ગરમીમાં સંક્રમણ વધવાને લીધે વિદેશની હવાઈ યાત્રાઓ પર સરકાર દ્વારા બેન મૂકવામાં આવ્યો જેના બાદ બંને પતિ પત્નીનો અંદામાન જવાનો કાર્યક્રમ પણ રદ્દ થઈ ગયો, જેને લઈને પતિએ પત્નીને વચન આપ્યું કે ગમે તે થાય પણ તેઓ દિવાળીમાં વિદેશ જશે, જો કે ફ્લાઈટ શરુ ન થતા બુકિંગ ન થઈ અને પાર્થની પત્નીએ તેના પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી, જો કે હવે બંને પરિવારના લોકો સમાધાનની કોશિશ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Domestic Violence Husband-wife covid 19 અમદાવાદ કોરોના લોકડાઉન OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ