બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અજબ ગજબ / અમદાવાદના સમાચાર / If An Alcoholic Is Found In This Village, He Is Locked In A Cage.
ADVERTISEMENT

દારૂનું વ્યસ્ન દૂર કરવા એક અનોખો સામાજિક પ્રયોગ હાથ ધર્યો
ADVERTISEMENT
આમ તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, તેમ છતાં ગેરકાયદેસર દારુનું વેચાણ થતું હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. સરકાર પણ દારૂના વેચાણ રોકવા માટે પ્રયાસ કરતી રહે છે. આ સિવાય તાજેતરમાં નટ સમાજ દ્વારા પણ એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે જેના વખાણ થઈ રહ્યા છે. આ સમાજ દ્વારા દારૂનું સેવન કરતા સમાજના લોકોને ગામમાં તૈયાર કરવામાં આવેલા પિંજરામાં કેદ કરવામાં આવે છે અને 1200 રુપિયા દંડ ભર્યા પછી જ છોડવામાં આવે છે.
દારૂનું વ્યસ્ન ગામવાસીઓ માટે બની ગયો હતો મોટો મુદ્દો
ADVERTISEMENT
સાંણદથી લગભગ 7 કિલોમીટર દૂર મોતીપુર ગામમાં દારૂની બદી સામનો કરી રહ્યું છે. ગામમાં ઓછામાં ઓછી 100 જેટવી મહિલાઓએ દારૂના પગલે વિધવા થઈ ચુકી છે. આ બદીને ખતમ કરવા માટે સમાજના લોકોએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં મહિલાઓની જ મદદ લેવામાં આવી હતી.ગામમાં એક પીંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દારૂ પીવાવાળા વ્યક્તિને રાતભર એક પીંજરામાં કેદ કરી લેવામાં આવે છે. અને આ સાથે તેની સાથે 1200 રૂપિયાનો દંડ લગાવાવમાં આવે છે જેને હાલ વધારી દેવાયો છે

ADVERTISEMENT
આસ-પાસના ગામોએ પણ આ પ્રયોગ અપનાવ્યો છે
મોતીપુરા ગામની આ મોડલને બાકીના ગામોને પ્રેરિત કર્યા છે. હવે અમદાવાદના સુરેનદ્રનગર, અમરેલી, અને કચ્છ જિલ્લાના 23થી વધુ ગામોમાં આ સામાજીક પ્રયોગને અપાનાવ્યો છે. હાલ દંડની રકમ વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવી છે. જેનો ઉપયોગ સ્થાનિક સામાજીક કામોમાં કરવામાં આવે છે.
ADVERTISEMENT
માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે
આ અનોખા સામજીક પ્રયોગની શરૂઆત નટબજાણિયા સમાજના નેતા અને મોતીપુરા ગામના સરપંચ બાબૂ નાયકે કર્યુ છે, આ મામલે નાયકે જણાવ્યું હતું કે, હાલ 24 ગામોએ તેમના આ પ્રયોગ અપનાવ્યો છે. જેમાંથી મોટા ભાગના ગામોમાં સરેરાશ 100 થી 150 'દારૂ વિધવાઓ' છે એટલે કે મહિલાઓ જે તેમના પતિના દારૂના વ્યસનના કારણે વિધવા બની છે.હવે આ અનોખી પહેલની સફળતા પાછળ મહિલાઓનો મુખ્ય હાથ છે. તે મહિલાઓ છે જે ગામના વ્યક્તિ વિશે માહિતી આપે છે જે નશામાં છે. માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી 501 અથવા 1100 રૂપિયા માહિતી આપનારી મહિલાને પુરસ્કાર તરીકે આપવામાં આવે છે.
ADVERTISEMENT
સુમદાયાના આગેવાનો તરફથી સામાજિક બહિષ્કારની ચેતવણી આપવામાં આવે
જો ગામમાંથી કોઈ વ્યક્તિ નશો કરે તો ગામના લોકો તેને પોલીસને સોંપી દેતા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ગામના પાંજરામાં રાત વિતાવવાની અને સુમદાયાના આગેવાનો તરફથી સામાજિક બહિષ્કારની ચેતવણી આપવામાં આવે છે. અમે તેમને પોલીસને સોંપતા નથી. અમે તેમની સાથે સામાજિક અને સમુદાયના સ્તરે વ્યવહાર કરીએ છીએ. જેમાં આખી રાત પાંજરામાં બંધ હોવાના કારણે સંબંધિત વ્યક્તિ શરમથી ફરી આવી ભૂલ ન કરે અને દારૂથી દૂર રહે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.