બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Entertainmenr news i for india concert shahrukh khan performance fans noticed lord ganesh and quran behind him watch video dv

VIRAL / I for Indiaના પર્ફોર્મન્સ દરમ્યાન શાહરૂખના ઘરમાં દેખાઈ એવી વસ્તુ કે સોશ્યલ મીડિયામાં મચી ધૂમ

Published By: Krupa

Last Updated: 10:33 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે ઘણા સ્ટાર્સે મળીને આઇ ફૉર ઇન્ડિયા કૉન્સર્ટનું આયોજન કર્યું. આ કૉન્સર્ટમાં ભાગ લેવા માટે શાહરૂખ ખાને પહેલી વખત ગીત ગાવવાનો પ્રયત્ન કર્યો.

હાલના દિવસોમાં બૉલીવુડ સેલિબ્રિટી ઘરે બેસીને કંઇકને કંઇક એવું કરે છે કે એ સંકટના સમયમાં મદદ માટે હાથ લંબાવી શકે. આ કડીમાં રવિવારે એટલે કે 3 મે ના ઘણા સ્ટાર્સે મળીને આઇ ફૉર ઇન્ડિયા કૉન્સર્ટનું આયોજન કર્યું. અક્ષય કુમાર, વરુણ ધવન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા સહિત ઘણા સ્ટાર્સે આ કૉન્સર્ટમાં વર્ચ્યુલી જ દર્શકોનું મનોરંજન કરીને ફંડ એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. આ કૉન્સર્ટમાં ભાગ લેવા માટે શાહરૂખ ખાને પહેલી વખત ગીત ગાવાનો પ્રયત્ન કર્યો. આટલું જ નહીં એનો નાનો પુત્ર અબરામ પણ આ કૉન્સર્ટમાં એની સાથે નાચતો નજરે આવ્યો. પરંતુ આટલું થયા બાદ પણ શાહરૂખે આ વીડિયોમાં લોકોને શાહરૂખના બેકગ્રાઉન્ડમાં કંઇક એવું દેખાઇ ગયુ કે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. 

જી હાં, સોશિયલ મીડિયા પર લોકો શાહરૂખ ખાનના વખાણ કરતા થાકી રહ્યા નથી. આ વખાણ કૉન્સર્ટમાં એના ગાયેલા ગીતના નથી થઇ રહ્યા પરંતુ એની પાછળ રાખેલી બે ચીજોના કારણે થઇ રહ્યા છે. વાસ્તવમાં શાહરૂખ આ વીડિયોમાં એક રૂમમાં ગીત ગાતા નજરે આવી રહ્યો છે. વીડિયોમાં એની પાછળ બે શોકેસ રાખેલા નજરે આવી રહ્યા છે. એક કબાટ પર ભગવાન ગણેશની મૂર્તિ રાખી નજરે આવી રહી છે તો બીજી બાજુ શોકેસ પર કુરાન શરીફ રાખેલી નજરે આવી રહી છે. 

પોતાના ઘરમાં બંને ધર્મોને આ રીતે સમ્માન આપવાના કારણે લોકો શોહરૂખ ખાનના જોરદાર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શાહરૂખનો આ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આટલું જ નહીં ઘણા યૂઝર એને બૉલીવુડવનો સૌથી સેક્યુલર અભિનેતા કહેતા નજરે આવી રહ્યા છે. 

શાહરૂખ ખાન પોતાના ગીતમાં પણ દિવાળી અને ઇદ બંને ઊજવવાની વાત કરતો નજરે આવી રહ્યો છે. 

રવિવારે આ કેમ્પેનને એક કૉન્સર્ટની એક ઝલક આપવામાં આવી જેમાં મનોરંજન અને ખેલ જગતની દેશ-વિદેશની હસ્તિઓ સામેલ થઇ. આ ડિજીટલ સમારોહ દ્વારા કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને રોકવા માટે અગ્રિમ મોર્ચા પર કામ કરી રહેલા કર્મીઓ માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. 

વાસ્તવમાં ફેસબુકે પ્રત્યેક ઘરથી કોરોના વૉરિયર્સ માટે ફંડ એકત્રિત કરવાના હેતુથી આઇ ફૉર ઇન્ડિયા કૉન્સર્ટ આયોજિક કર્યો. આ કાર્યક્રમથી જમા થનારી તમામ રકમ, રાહત પ્રયાસોનો સમર્થન આપવા માટે સંગઠન 'ગિવ ઇન્ડિયા' દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત કોવિડ પ્રતિક્રિયા કોષમાં આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Quran i for india shahrukh khan આઇ ફૉર ઇન્ડિયા શાહરૂખ ખાન સોશિયલ મીડિયા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ