બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / I am begging as a father Sameer Wankhede made Shahrukh chat viral, see what he claimed

Aryan Khan Case / ‘હું એક પિતા તરીકે ભીખ માંગુ છું…’ સમીર વાનખેડેએ વાયરલ કરી શાહરુખની ચેટ, જુઓ શું કર્યો દાવો

Megha

Last Updated: 09:37 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાનના કેસ મામલે એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ વચ્ચે શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી છે

  • સમીર વાનખેડે પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે
  • શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી
  • વાનખેડે નિર્દોષ સાબિત થવાનો પ્રયાસ કરી રહ્યો

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક નવો ખુલાસો થયો છે. સમીર વાનખેડે અને શાહરૂખ ખાનની ચેટ સામે આવી છે જેમાં શાહરૂખ તેના પુત્ર માટે સમીર પાસેથી રાહત માંગતો જોવા મળે છે. સમીર વાનખેડેએ આ ચેટને મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સાથે જોડી છે. જણાવી દઈએ કે સમીર અને શાહરૂખની આ ચેટ દિવાળીના સમયની છે જ્યારે આર્યન ખાન જેલમાં હતો. ચેટમાં શાહરૂખ સમીરને કહી રહ્યો છે કે તેને જેલમાં ન રાખો, નહીં તો તે તૂટી જશે.

શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસ મામલે એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ વચ્ચે શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી છે. જે ચેટની વાતચીતને વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે સામેલ કરી છે. જે ચેટની વાતચીતમાં કહેવાની કોશિશ કરવામાં આવી છે કે, આર્યનની સાથે કંઈ ખોટું થયું નથી. સમીર વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેણે સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું. 

બિલકુલ ચિંતા કરશો નહીં - સમીર વાનખેડે
સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને ચેટમાં તેને મેસેજ કર્યો હતો, જે સંદેશમાં શાહરુખે કહ્યું કે હતું કે, તમે મારા વિશે જે વિચારો અને અંગત માહિતી આપી છે જે માટે હું તમારો પુરતો આભાર માની શકતો નથી. હું સુનિશ્ચિત કરીશ કે તે એવી વ્યક્તિ બને કે જેના પર તમે અને મને બંનેને ગર્વ થઈ શકે. આ ઘટના તેના જીવન માટે એક સારો વળાંક સાબિત થઈ શકે. આભાર, તમે સારા માણસ છો, મહેરબાની કરીને આજે તેના પર દયા કરો, હું વિનંતી કરું છું. વાનખેડેએ જેના જવાબમાં લખ્યું છે કે, બિલકુલ ચિંતા કરશો નહીં.

સામે આવેલી ચેટમાં શાહરૂખે મેસેજમાં આગળ લખ્યું કે એક સારા વ્યક્તિ હોવાના કારણે તમે કેટલાક સ્વાર્થી લોકોના કારણે આર્યન સાથે આવું કેમ કરી રહ્યા છો. હું તમને વચન આપું છું કે હું એ લોકો પાસે જઈશ અને તેમને વિનંતી કરીશ કે તમારી સામે કંઈ ન બોલે. તેણે જે કહ્યું છે તે પાછું લે તે સુનિશ્ચિત કરવા હું મારી તમામ શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશ. હું વચન આપું છું કે હું આ બધું કરીશ અને તેમને રોકીશ પણ મહેરબાની કરીને મારા પુત્રને ઘરે પાછા મોકલો, તમે પણ તમારા હૃદયથી જાણો છો કે તેની સાથે આ ખોટું થઈ રહ્યું છે. મહેરબાની કરીને, પિતા તરીકે હું તમને વિનંતી કરું છું.

વાનખેડે નિર્દોષ સાબિત થવાનો પ્રયાસ કરી રહ્યો
આ દરમિયાન સમીર વાનખેડેએ પણ શાહરૂખ ખાનના મેસેજનો જવાબ આપ્યો, જે ચેટ સામે આવી તેમાં સમીરે લખ્યું- "શાહરુખ, હું જાણું છું કે તું એક સારો વ્યક્તિ છે. તને શુભકામનાઓ. તારું ધ્યાન રાખજે." વાનખેડે હવે આ ચેટની મદદથી કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એફઆઈઆર નોંધવામાં આવી
ચેટમાં શાહરૂખ વતી આગળ લખવામાં આવ્યું છે કે, ભગવાન તમારું ભલું કરે, હું તમને અંગત રીતે મળવું છે અને તમને ગળે લગાડવા માંગુ છું. જ્યારે પણ તમને અનુકૂળ હોય ત્યારે પ્લીઝ મને જણાવશો. સત્ય એ છે કે મેં હંમેશા તમારું રિસ્પકેટ કરી છે. જેના પર વાનખેડેએ જવાબ આપ્યો કે, બિલકુલ ડિયર, આ બધું પૂરું થયા પછી મળીએ. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

25 કરોડની લાંચ માંગણી કરી હતી
તમને જણાવી દઈએ કે, પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 3 ઓક્ટોબર 2021ના રોજ ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં આરોપી ન બનાવવાનો 25 કરોડની લાંચ માંગણી કરી હોવાની વિગતો સામે આવી છે. જે મામલે સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર સામે એફઆઈઆર નોંધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ