બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Hyderabad: Man strips a young woman on road, arrested by police

દુશાસની કૃત્ય / VIDEO : રોડ પર મહિલાનું ચીરહરણ, યુવાને બેડ ટચ કરીને નગ્ન કરી, પ્લાસ્ટિક શીટથી ઢાંકવું પડ્યું શરીર

Hiralal

Last Updated: 07:48 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં એક દારુડિયા પુત્ર અને માતાના શરમજનક કામથી લોકો ચોંકી ઉઠ્યાં છે. આ બન્નેએ રોડ પર એક મહિલાને નિવસ્ત્ર કરી નાખી હતી.

  • હૈદરાબાદમાં જાહેરમાં મહિલાનું ચીરહરણ 
  • દારુડિયા યુવાને બેડ ટચ કરીને મહિલાના ફાડ્યાં કપડાં 
  • મહિલાઓએ પ્લાસ્ટિક શીટથી ઢાંક્યું શરીર 

 હૈદરાબાદના જવાહર નગર વિસ્તાર એક વ્યક્તિએ દારુના નશામાં તેની માતા સાથે મળીને એક મહિલાના કપડા ફાડીને તેને નગ્ન કરી નાખી હતી. 
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. મહિલા રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે નજીકની કપડાની દુકાનથી પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેનો બેડ ટચ કર્યો હતો, જોકે મહિલા તેની સામે પડતા તે વધુ આક્રમક બન્યો અને રસ્તા વચ્ચે તેના કપડા ફાડી નાખ્યાં જે પછી મહિલા નગ્ન થઈ ગઈ હતી. 

દારુના નશામાં મહિલાનો બેડ ટચ કર્યો, સામે પડી તો કપડાં ફાડ્યાં 
આ દરમિયાન એક ટુ વ્હીલર પાસેથી પસાર થઈ રહેલી અન્ય એક મહિલાએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે પણ તેનો સામનો કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ શખ્સને કસ્ટડીમાં લીધો હતો. રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આરોપીની ઓળખ પેડ્ડામરૈયા તરીકે થઈ હતી, જેણે મહિલા સાથે માત્ર ગેરવર્તન જ નથી કર્યું, પરંતુ જાહેરમાં તેને નગ્ન પણ કરી દીધી હતી. અહેવાલો અનુસાર, આરોપી દારૂના નશામાં હતો. 

ઘણા સમય સુધી મહિલા નગ્ન રહી, મહિલાઓએ પ્લાસ્ટિકથી ઢાંક્યું શરીર 
 મહિલા કથિત રીતે કેટલાક સમય સુધી રસ્તા પર નગ્ન રહી હતી, બાદમાં કેટલીક મહિલાઓએ તેને વાદળી રંગની પ્લાસ્ટિક શીટથી ઢાંકવામાં મદદ કરી હતી. રિપોર્ટ અનુસાર ઘટના સમયે આરોપી વ્યક્તિની માતા તેની સાથે હતી પરંતુ તેણે પોતાના પુત્રને રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. કલમ 8(બી), 30, 354આર/ડબલ્યુ 323, વગેરે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. માતા સામે પુત્રને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ