બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિશ્વ / huge ruckus vandalism in nepal due to bhojpuri superstar khesarilal not reached event venue

BIG NEWS / નેપાળમાં ભારતનો સુપરસ્ટાર પહોંચી ન શક્યો તો ચાહકોએ ગાડીઓ સળગાવી મારી, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Published By: Dharmishtha

Last Updated: 10:08 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર ખેસારીલાલ યાદવ કાર્યક્રમમાં ન પહોંચવા પર ત્યાં ભારે બબાલ થઈ છે.

  • ખેસારીલાલ યાદવ કાર્યક્રમમાં ન પહોંચતા ભારે બબાલ 
  • આ કાર્યક્રમની 300 ટિકિટ વેચવામાં આવી હતી
  • પોલીસે ખોસારીલાલને કાર્યક્રમ સ્થળ પર ન જવા દીધા

 ખેસારીલાલ યાદવ કાર્યક્રમમાં ન પહોંચતા ભારે બબાલ 

ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર ખેસારીલાલ યાદવ નેપાળમાં પ્રસ્તાવિત કાર્યક્રમમાં ન પહોંચવા પર ત્યાં ભારે બબાલ થઈ છે. ખેસારીલાલની રાહમાં સવારથી બેઠેલા લોકોને જેવી ખબર પડી કે તે કાર્યક્રમમાં નથી આવ્યા તો તેઓ ઉશ્કેરાયા અને ત્યાં હિંસા શરુ થઈ ગઈ. ભીડે સ્ટેજ પર તોડફોટ શરુ કરી દીધી હતી. સેંકડો ખુરશી અને હાજર ગાડીઓમાં ભીડે આગ લગાવી દીધી હતી.

આ કાર્યક્રમની 300 ટિકિટ વેચવામાં આવી હતી

હકિકતમાં નેપાળના સુનસરી જિલ્લાના બુર્જ મહોત્સવના અંતિમ દિવસે એટલે મંગળવારના ભોજપુરી સુપર સ્ટાર અને ગાયક ખોસારીલાલ યાદવનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમની 300 ટિકિટ વેચવામાં આવી હતી. અંતિમ સમયમાં જ્યારે ખેસારીલાલ યાદવ કાર્યક્રમમાં હાજર ન રહ્યા તો લોકો ઉશ્કેરાયા અને સ્ટેજ પર તોડફોડ કરવા લાગ્યા. એટલું જ નહીં ત્યાં હાજર ગાડીઓને સળગાવી દીધી હતી.

પોલીસે ખોસારીલાલને કાર્યક્રમ સ્થળ પર ન જવા દીધા

એવું નહોંતુ કે કાર્યક્રમ માટે ખેસારીલાલ યાદવ નેપાળમાં હાજર નહોંતા. હકિકતમાં કોરોનાને જોતા સ્થાનીય પોલીસે આ ક્રાયક્રમ અટકાવી દીધો હતો. જે બાદ ખોસારીલાલ યાદવને વિરાટનગરના એસિયતિકા હોટલમાં રોકી દીધો અને તેમને કાર્યક્રમ સ્થળે જવા દેવામાં ન આવ્યા. ઉલ્લેખનીય છે કે ખેસારીલાલ યાદવ ભોજપુરીથી સૌથી ચર્ચિત અભિનાતા અને ગાયક છે અને તેમના વીડિયો તેમના ફેન્સ બહું પસંદ કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Nepal event khesarilal ઈવેન્ટ ખોસારીલાલ નેપાળ Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ