બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / hrithik roshan fighter beats worldwide box office becomes top film crossing 200 crores

બોલિવુડ / વિશ્વભરની ફિલ્મોને પછાડી ઋત્વિકની 'Fighter' બની ટોપ મુવી, પહોંચી 200 કરોડને પાર

Manisha Jogi

Last Updated: 10:43 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મે રવિવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે.

  • ‘ફાઈટર’ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે
  • વીકેન્ડમાં 120 કરોડ રૂપિયાથી વધુની કમાણ ક
  • ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 મિલિયન ડોલરથી વધુની કમાણી

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ ‘ફાઈટર’ બીજા દિવસે શાનદાર કમાણી કરી હતી અને વીકેન્ડમાં ધમાકેદાર કલેક્શન કર્યું છે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ફાઈટર’એ ભારતમાં વીકેન્ડમાં 120 કરોડ રૂપિયાથી વધુની કમાણ કરી છે. 

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’એ ભારત સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ કમાલ કરી દીધો છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ સ્તરે બોક્સઓફિસ પર સૌથી મોટી ફિલ્મ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મે રવિવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર માત્ર 4 દિવસમાં 208 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. 

વધુ વાંચો: થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે Hanu Man, જાણો ક્યારે થશે રિલીઝ

‘ફાઈટર’એ હોલીવુડ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી
ફિલ્મ ‘ફાઈટર’ હોલીવુડની ચર્ચિત ફિલ્મોને પાછળ છોડીને ટોપ ફિલ્મોમાં જગ્યા બનાવી લીધી છે. આ ફિલ્મે વીકેન્ડમાં રોમેન્ટીક અને કોમેડી ફિલ્મ ‘એનીવન બટ યૂ’ અને એક્શન સ્ટાર સ્ટેથમની ફિલ્મ ‘ધ બીકીપર’ કરતા પણ વધુ કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘ફાઈટર’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે, આ ફિલ્મમાં ઋતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, સંજીદા શેખ અને કરણ સિંહ ગ્રોવરે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ