બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું PFના રૂપિયા ઇમરજન્સીમાં ઉપાડી શકાય? હા, તો કઇ રીતે, જાણો એપ્લાય પ્રોસેસ

કામની વાત / શું PFના રૂપિયા ઇમરજન્સીમાં ઉપાડી શકાય? હા, તો કઇ રીતે, જાણો એપ્લાય પ્રોસેસ

Last Updated: 09:49 AM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતાં લોકોની આર્થિક સુરક્ષા માટે પ્રોવિડન્ડ ફંડ યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત દર મહિને તમારા પગારમાંથી અમુક રકમ કપાઈને તે તમારા PFના ખાતામાં જમા થઈ જે અને તે રીતે બચત થઈ શકે.

નોકરિયાત લોકોની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે EFPO યોજના અમલમાં મૂકી છે આમ તો તે રકમને ખાતામાંથી ઉપાડવા માટે અમુક નિયમો છે પરંતુ કોરોના કાળ દરમિયાન મેડિકલ ઇમરજન્સી દરમિયાન તે સુવિધા સરળ બનાવી હતી ત્યારે ઇમરજન્સીના કેસમાં PF ના પૈસા કેવી રીતે ઉપાડી શકાય ચાલો જાણીએ.

PF યોજના અંતર્ગત તમારા પગારમાંથી દર મહિને અમુક રકમ કપાઈને PF ખાતામાં તે રકમ જમા થાય છે અને તમારા રિટાયરમેન્ટ વખતે તે જમા થયેલી રકમ તમને મળે છે જેથી તમારું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે, તો એવામાં સવાલ એ થાય કે EFPO માંથી ક્યારેય રૂપિયા ઉપાડી શકાય?

કોરોના મેડિકલ ઇમરજન્સી

કોરોના મહામારી વખતે લોકોને મેડિકલ ઇમરજન્સી દરમિયાન સરકારે EFPOની સુવિધા અમલમાં મૂકી હતી જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ તેના PF ના ખાતામાંથી પૈસા ઉપાડી શકતો હતો. આ સિવાય હવે જો તમારે કોઈ ઇમરજન્સીમાં પૈસા ઉપાડવા હોય તો આ રીતે ઉપાડી શકાશે.

વધુ વાંચો: બાઇકની આ ટિપ્સ અવશ્ય જાણી લેજો, તો ટ્રાવેલિંગમાં ક્યારેય અધવચ્ચે અટકી નહીં પડો

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે

  • સૌ પહેલા તેની આધિકારિક વેબસાઇટ www.unifiedportalmem.epfindia.gov.in પર જાવ અને ત્યાં member interface પર ક્લિક કરો.
  • આ ઓનલાઈન પ્રક્રિયાથી તમે એક કલાકમાં PF એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો .
  • વેબસાઇટ પર જમણી બાજુ તમને UAN અને password નાખો captcha ભરીને લૉગિન કરો.
  • હવે જે પેજ ખુલશે તેમાં ડાબી બાજુ online service ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી form 31,19,10c અને 10d ઓપન કરો.
  • અંહિયા તમે મેમ્બરની વિગતો જોઈ શકશો. હવે તમારી કે જે મેમ્બરનું ખાતું છે તેની વિગતો વેરીફાઈ કરવા માટે yes અને તમારા બેક એકાઉન્ટના છેલ્લા 4 ડિજિટ દાખલો કરો આ પછી બીજી બાકી રહેલી પ્રક્રિયા પૂરી કરીને તમે રૂપિયા ઉપાડી શકશો.
  • આ રીતે જો તમે હાલ વિદેશમાં પણ વસવાટ કરતાં હોય તો પૈસા ઉપાડી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PF Online Withdraw EFPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ