બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બાઇકની આ ટિપ્સ અવશ્ય જાણી લેજો, તો ટ્રાવેલિંગમાં ક્યારેય અધવચ્ચે અટકી નહીં પડો
5 ફોટો ગેલેરી
Last Updated: 08:55 AM, 2 January 2025
1/5
આપણા દેશમાં બે પૈડાં વાળા સાધનોનું ચલણ વધારે છે. મોટાભાગના યુવાનો પાસે આજે બાઇક કે સ્કૂટર હોય છે પણ તેઓ તેને સરખી રીતે મેન્ટેન કરતાં નથી અને પરિણામે તે ગમે ત્યારે બંધ પડી જાય તેવી સ્થિતિ સર્જાય છે તો અમે આજે તમને એવી ચાર ટિપ્સ આપીશું જે તમને અધરસ્તે બાઇકને બંધ પડવાની સ્થિતિમાં કામ લાગશે.
2/5
કેટલાક લોકો તેમની બાઇકની સર્વિસ તેના સમય પર કરાવવાને બદલે મોડી અથવા તો કરાવતા જ નથી. આમ કરવાથી અનેક પ્રકારના નુકસાનનો ખતરો વધી જાય છે, જેમાંથી એક છે સફરની વચ્ચે બાઇક ખોટવાઈ જવી. જો સર્વિસ સમયસર કરવામાં આવે તો મિકેનિક ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓને જોઈને તેને રીપેર કરીશકે છે અને તમે બાઈક બ્રેકડાઉન ની તકલીફથી સુરક્ષિત રહી શકો છો.
3/5
જો બાઇકના ફિલ્ટરને નિયમિત સમયાંતરે સાફ કરવામાં આવે તો તે મુસાફરીની વચ્ચે બાઇકને અટકતું અટકાવે છે. બાઇકના એન્જિનને યોગ્ય રીતે ચલાવવા માટે હવાની જરૂર પડે છે. એર ફિલ્ટરનું કામ એન્જિનને સ્વચ્છ હવા પહોંચાડવાનું છે. જો એર ફિલ્ટર ગંદુ હોય તો એન્જિનને યોગ્ય માત્રામાં હવા પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે ઘણી વખત બાઇક મુસાફરીની વચ્ચે જ અટકી જાય છે.
4/5
બાઇકમાં સ્પાર્ક પ્લગ સાફ રાખવાથી તમે મુસાફરી દરમિયાન કોઈપણ સમસ્યાથી પણ બચી શકો છો. સ્પાર્ક પ્લગનું કાર્ય ઈંધણ વાપરવા માટે જરૂરી સ્પાર્ક આપવાનું છે. પરંતુ જો તે ગંદુ થઈ જાય અથવા સ્પાર્ક પ્લગ ખરાબ થઈ જાય તો બાઇક મુસાફરીની વચ્ચે અટકી શકે છે. તેથી, સ્પાર્ક પ્લગને નિયમિતપણે સાફ કરવાથી આ જોખમ ઓછું થાય છે.
5/5
કોઈપણ એન્જિન ચલાવવા માટે તેમાં યોગ્ય માત્રામાં પેટ્રોલ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત લોકો બહુ ઓછા પેટ્રોલથી અથવા ફક્ત રિઝર્વ મોડમાં જ બાઇક ચલાવે છે. જેના કારણે ઘણી વખત બાઇક મુસાફરીની વચ્ચે જ અટકી જાય છે. આ સિવાય ઓછા પેટ્રોલ સાથે બાઇક ચલાવવાથી લાંબા ગાળે અન્ય અનેક નુકસાન થવાનું જોખમ વધી જાય છે. તેથી, બાઇકની પેટ્રોલની ટાંકી ઓછામાં ઓછી અડધી ભરેલી રાખવાનો પ્રયાસ કરો. જો તમે કયાં પેટ્રોલ ટેન્ક હાફ ફૂલ રાખશો તો તે ક્યારેય રસ્તા વચ્ચે અટકશે નહીં અને બાઇકને બીજી તકનીકી ખમીઓથી પણ સુરક્ષિત રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ