બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શિયાળામાં ફ્રિજ સાથે જોડાયેલી આ વાતો જાણી લેજો, નહીંતર થઈ જશે આટલું મોટું નુકસાન
Last Updated: 01:07 PM, 2 January 2025
ઠંડી હોય કે ગરમી લગભગ દરેક ઋતુમાં દરેક ઘરમાં ફ્રિજનો ઉપયોગ તો થાય જ છે. ખાદ્ય વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે અને અન્ય વસ્તુઓ સ્ટોર કરવા માટે ફ્રિજ એક જરૂરી ઉપકરણ છે. જો કે ફ્રિજ ને વાપરવા માટે અમુક સાવધાની રાખવી અનિવાર્ય છે. થોડી લાપરવાહી પણ તમને ભારી પડી શકે છે, તમારું મોંઘા ભાવનું ફ્રિજ બગડી શકે છે અને ક્યારેક તો બ્લાસ્ટ પણ થઈ શકે છે માટે અમુક સાવધાની રાખવી જરૂરી બને છે.
ADVERTISEMENT

શિયાળામાં બંધ ના કરો ફ્રિજ
ADVERTISEMENT
શિયાળાની ઋતુમાં ખાવાની વસ્તુઓ આમતો કુદરતી રીતે જ ઘણા સમય સુધી ફ્રેશ રહે છે અને ખરાબ થતી નથી તો ઠંડીમાં ઠંડુ પાણી કે બરફની જરૂર પણ નહીં પડવાથી અમુક લોકો ફ્રિજને બંધ રાખે છે પણ જો ફ્રિજ લાંબા સમય સુધી બંધ રહે છે તો તેનું કમ્પ્રેસર બગડી જે છે અને લાંબા સમય પછી ફરી ચાલુ કરવા પર તે ઓવર હીટ થવા લાગે છે માટે તેને બંધ ના કરો તેની ઠંડક ઓછી કરવા માટે તેનું તાપમાન 1 પર રાખી શકો.
હીટરથી રાખો દૂર
ADVERTISEMENT
શિયાળામાં ઘરમાં ગરમ તાપમાન જાળવી રાખવા માટે હીટરનો ઉપયોગ જો તમે કરતાં હોય તો એ ધ્યાન રાખો કે ફ્રીઝ હોય તે જગ્યાએ હીટરનો ઉપયોગ ના કરો. હીટરની ગરમી ફ્રિજને નુકસાન કરી શકે છે અને તેની ગરમીના લીધે મોંઘા ભાવનું ફ્રિજ બગડી શકે છે આ ઉપરાંત પણ ફ્રિજને સીધા સુર્યના તપમાં પણ ના મૂકવું જોઈએ.
સાફ-સફાઇ પણ જરૂરી
ADVERTISEMENT
શિયાળામાં ફ્રિજનો ઉપયોગ થોડો ઓછો થઈ જાય છે તો લોકો તેની નિયમિત સફાઈ પર વધુ ધ્યાન આપતા નથી. જો કે, તમારે તમારા ફ્રિજને નિયમિતપણે સાફ કરતા રહેવું જોઈએ. આના કારણે કોમ્પ્રેસર પર કોઈ ભાર પડતો નથી અને ફ્રિજ પણ ઝડપથી બગડતું નથી. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે ફ્રિજમાં જરૂર કરતાં વધુ વસ્તુઓ ન ભરો. ફ્રિજમાં ફક્ત જરૂરી વસ્તુઓ જ રાખો, આ કોમ્પ્રેસરનું ઓવરલોડિંગ અટકાવશે અને તમારું ફ્રિજ સુરક્ષિત રહેશે.
વધુ વાંચો: સ્લિમ બોડી, એન્ટી-એડિક્શન ફીચરથી લઇને AI સુધી, 2025માં સ્માર્ટફોન કંઇક અલગ જ અંદાજમાં નજરે પડશે
ADVERTISEMENT

આ વાતનું પણ રાખો ધ્યાન
ADVERTISEMENT
આ બધી બાબતો સિવાય તમારે બે-ચાર બાબતો પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમારા વિસ્તારમાં વોલ્ટેજની વધઘટ થતી હોય એટલે કે વીજળીનો વોલ્ટેજ ક્યારેક વધારે અને ક્યારેક ઓછો થઈ જતો હોય તો તો આવી સ્થિતિમાં તમારે રેફ્રિજરેટર માટે વોલ્ટેજ સ્ટેબિલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ તમારા ફ્રિજને સુરક્ષિત રાખશે. આ સિવાય રેફ્રિજરેટરને ક્યારેય દિવાલ કે કોઈ વસ્તુની નજીક ન રાખો. બંને વચ્ચે થોડું અંતર રાખવાનું ધ્યાન રાખો. આનાથી ફ્રિજમાંથી બહાર આવતી હવા સરળતાથી પસાર થશે અને તેનું કોમ્પ્રેસર ઓવરલોડ થશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.