ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / how to use desi ghee for hair problems

હેર કેર / દેશી ઘી ના આ નુસ્ખાથી વાળ ખરતા થશે બંધ અને ખોડો પણ થશે દૂર

Published By: Krupa

Last Updated: 12:17 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશી ઘી જે માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ વાળ માટે પણ રામબાણ છે. ચલો તો જણાવીએ લાંબા, ગાઢ અને મજબૂત વાળ મેળવવા માટે તમે કેવી રીતે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. દેશી ઘી એક એવું ઓર્ગેનિક અને સસ્તું કન્ડીશનર છે જે વાળને જડમૂળથી શાઇની અને મજબૂત બનાવે છે.

ADVERTISEMENT

  • લાંબા, ગાઢ અને મજબૂત વાળ મેળવવા માટે તમે કેવી રીતે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો
  • નવશેકા દેશી ઘી માં બદામનું તેલ મિક્સ કરીને સ્કાલ્પની માલિશ કરવાથી ખોડો દૂર થાય છે
  • દેશી ઘી ની મદદથી સફેદ વાળ થતા અટકાવી શકો છો

લાંબા, ગાઢ અને મજબૂત વાળ મેળવવા માટે છોકરીઓ મોંઘી હેર પ્રોડક્ટ્સ સીરમ, શેમ્પૂ અને કન્ડીશનરનો ઉપયોગ કરે છે પરંતુ તેમ છતાં એના વાળ નબળા થઇને ટૂટવા લાગે છે. એવામાં તમે કિચનની એક ચીજથી પોતાના વાળની સુંદરતા વધારી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ દેશી ઘી જે માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ વાળ માટે પણ રામબાણ છે. ચલો તો જણાવીએ લાંબા, ગાઢ અને મજબૂત વાળ મેળવવા માટે તમે કેવી રીતે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. 

કન્ડીશનરની જેમ કરો ઉપયોગ
દેશી ઘી એક એવું ઓર્ગેનિક અને સસ્તું કન્ડીશનર છે જે વાળને જડમૂળથી શાઇની અને મજબૂત બનાવે છે. ખાસ વાત એ છે કે એમાં કોઇ કેમિકલ હોતું નથી, એટલા માટે તમારા વાળ નેચરલ રીતે શાઇની થાય છે. એના માટે 1 ટીસ્પૂન જૈતૂનના તેલમાં 2 ટેબલસ્પૂન દેસી ઘી મિક્સ કરો, પછી એને બોટલમાં સ્ટોર કરો. પછી તમે જ્યારે પણ હેર વોશ કરો તો ત્યારબાદ એને કન્ડીશનરની જેમ ઉપયોગ કરો. એનાથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર થશે. 

ખોડો થશે દૂર 
ખોડાની સમસ્યાથી પરેશાન છો અને કોઇ સારવાર મળી રહી નથી તો એક વખત દેશી ઘી નો નુસ્ખો જરૂરથી ટ્રાય કરો. એના માટે નવશેકા દેશી ઘી માં બદામનું તેલ મિક્સ કરીને સ્કાલ્પની માલિશ કરો અને પછી ગુલાબજળથી તમારા વાળને ધુવો. સપ્તાહમાં 1-2 વખત નિયમિત રૂપથી આવું કરો. એનાથી તમારો ખોડો એક સપ્તાહમાં દૂર થઇ જશે. 

વાળનો ગ્રોથ વધારો
લાંબા ગાઢ વાળ માટે ઘી માં આંબળાનું તેલ અને ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો, આ પ્રક્રિયાને સપ્તાહમાં એક વખત જરૂરથી કરો. ઘી અને તેલ લગાવવાથી વાળા લાંબા અને મુલાયમ થવા લાગશે. 

સ્પિલ્ટેડ્સ હેરથી મળશે છુટકારો
સ્પિલ્ટેડ્સ એટલે કે બે મોઢા વાળા હેરથી છુટકારો મેળવવા માટે દેશી ઘી થી વાળમાં મસાજ કરો. એને જડમૂળમાં યોગ્ય રીતે લગાવો અને 30 મીનિટ બાદ ધોઇ નાંખો. એનાથી સ્પિલ્ટેડ્સની સાથે વાળ ખરવાની સમસ્યા પણ દૂર થશે. 

સફેદ વાળની સમસ્યા
દેશી ઘી થી વાળનો પૂરતું પોષણ મળે છે, જેનાથી સફેદ વાળની સમસ્યા પણ દૂર થઇ જાય છે. એના માટે નવશેકા ઘી ને પોતાના માથા પર લગાવો અને તમારા વાળને 15 મીનિટ સુધી ટોવેલમાં લપેટો. ત્યારબાદ ટોવેલ નિકાળી દો અને 15 મીનિટ બાદ શેમ્પૂથી વાળ ધોઇ નાંખો. નિયમિત આવું કરવાથી તમારા સફેદ વાળની સમસ્યા દૂર થઇ જશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

desi ghee hair care lifestyle દેશી ઘી વાળનો ગ્રોથ હેર કેર beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ