બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / how to register online on e shram portal e shram card benefits and registration process

ફાયદાની વાત / જલ્દી કરો! 29 કરોડ લોકોએ બનાવડાવ્યું આ કાર્ડ, મળે છે 2 લાખ સુધીનો અકસ્માત વીમો, જાણો પ્રોસેસ

Arohi

Last Updated: 12:58 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

E-Shram Yojana: ઈ-શ્રમ કાર્ડ બનાવવાના ઘણા ફાયદા છે. તેમાં વીમા લાભ તો મળે જ છે સાથે જ ઘણી સરકારી યોજનાઓનો ફાયદો પણ કાર્ડ હોલ્ડર ઉઠાવી શકે છે.

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી 29,41,32,933 ઈ-શ્રમ કાર્ડ બની ચુક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે સવા2 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે. 

ઈ-શ્રમ કાર્ડધારકોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજીક સહાયતા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજનાનો લાભ પણ મળે છે. 

કોણ બનાવી શકે છે ઈ-શ્રમકાર્ડ? 
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16થી 59 વર્ષની વચ્ચે છે. તે ઈ-શ્રમકાર્ડ બનાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શ્રેણીમાં દુકાનનો નોકર/ સેલ્સમેન / હેલ્પર, ઓટો ચાલક, ડ્રાઈવર, પંચર બનાવનાર, ડેરીવાળા, બધા પશુપાલક, પેપર હોકર, જોમેટો અને સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈટ ભઠ્ઠા પર કામ કરનાર મજૂર વગેરે શામેલ છે. 

વધુ વાંચો: વિદેશ ભણવા જવા માટે લોન લેવી છે? જરૂરી કાગળિયાથી લઈ પ્રોસેસ એકદમ સરળ રીતે સમજો

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • ઈ-શ્રમ પોર્ટલની ઓફિશ્યલ વેબસાઈટ eshram.gov.in પર જાઓ. 
  • હોમ પેજ પર રજીસ્ટર ઓન ઈ-શ્રમ વિકલ્પ પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલવા પર માંગેલી જાણકારી ભરો. 
  • જાણકારી ભર્યા બાદ આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તેને દાખલ કરો. 
  • હવે રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે. તેને આખુ ભરો. 
  • જે દસ્તાવેજ માંગેલા છે તેને અપલોડ કરો. 
  • દસ્તાવેજને અપલોડ કર્યા બાદ ફોર્મને એક વખત ફરી ચેક કરી લો કે જે જાણાકારી ભરી છે તે સાચી છે કે નહીં. 
  • હવે ફોર્મને સબ્મિટ કરી દો. 
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર થયા બાદ 10 આંકડાનો ઈ-શ્રમ કાર્ડ ઈશ્યુ થઈ જશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ