બ્રેકિંગ ન્યુઝ
Bhavin Rawal
Last Updated: 01:50 PM, 22 February 2024
એજ્યુકેશન દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ભવિષ્યના જીવનને સારું બનાવવા માટે સારો અભ્યાસ જરૂરી છે. પરંતુ આજના સમયમાં એજ્યુકેશન મોંઘુ થઈ રહ્યું છે. એમાંય આજના યુવાનોને વિદેશમાં ભણવા જવું હોય છે, જે કેટલાક પરિવારો માટે મોટો પડકાર હોય છે. વિદેશમાં ભણવા જવા માટે મસમોટો ખર્ચ થાય છે, જેને પહોંચી વળવું મધ્યમ વર્ગના પરિવાર માટે મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક યોગ્ય યુવાનો, જેમનામાં ક્ષમતા છે, તેઓ પણ પૈસાના અભાવે અટકી પડતા હોય છે. આવી પરિસ્થિતિમાં એજ્યુકેશન લોન ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહે છે.
ADVERTISEMENT
પરંતુ, એજ્યુકેશન લોન લેતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને એજ્યુકેશન લોનમાં આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ વિશે સમજાવવા જઈ રહ્યા છીએ, જે તમારું કામ સરળ બનાવી દેશે.
ADVERTISEMENT
જો તમારે વિદેશમાં ભણવા જવા માટે વિઝા મેળવવા છે, તો સૌથી પહેલા તમારી પાસે યોગ્ય ફંડ અથવા તો ફંડ મેળવવા માટેનો રસ્તો હોવો જરૂરી છે. જે વિદ્યાર્થીઓ પહેલીવાર વિઝા માટે અપ્લાય કરી રહ્યા છે, તેમના વિઝા ફંડના અભાવે રિજેક્ટ થતા હોય છે. આવા વિદ્યાર્થીઓ લોન દ્વારા પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એટલે સૌથી પહેલા તો તમારે જ્યાં ભણવા જવું છે, ત્યાં ટ્યુશન ફી, ત્યાં રહેવાનો ખર્ચો કેટલો થશે, ટ્રાવેલનો ખર્ચો કેટલો થશે અને બીજા ખર્ચ કેટલા થશે તે અંગેનો એક્ઝેટ આંકડો મેળવો. હવે તેમાંથી તમારી પાસે કેટલી રકમ છે, અને તમારે કેટલાની લોનની જરૂર છે, તે નક્કી કરો.
બેન્કોમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાને કારણે ઘણી બેન્ક્સ લોન આપવાની પોલિસી સરળ બનાવી રહી છે. જો તમે નોકરિયાત છો અને લોન માટે અપ્લાય કરો છો, તો તમારો માસિક પગાર 30-40 હજાર હશે, તો તમને લોન મળી શકે છે. જો તમે ખેતી કરો છો તો તમારી માસિક આવક 45થી 50 હજાર હશે અને તમારું 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ હશે, તો લોન લેવામાં ઈઝી રહેશે. લોન લેવા માટે તમારી પાસે પ્રાઈવેટ બેન્ક, પબ્લિક સેક્ટર બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ સેક્ટરના ઓપ્શન છે, દરેકના પોતાના ફાયદા નુક્સાન છે. ખાસ કરીને પબ્લિક બેન્ક લોન આપવામાં સ્ટ્રિક્ટ હોય છે, અને ઘણા બધા દસ્તાવેજની જરૂર પડે છે, પરંતુ તેનો વ્યાજ દર ઓછો હોય છે. પ્રાઈવેટ બેન્ક લોન સરળતાથી આપે છે.
જો કે અહીં સવાલ એ છે કે બેન્ક તમને લોન કયા ભરોસે આપે? જ્યારે બેન્કને એ ખાતરી થશે કે તમે લોનના પૈસા પાછા ચૂકવી શક્શો, ત્યારે જ બેન્ક તમને લોન આપશે. બેન્કને આ ભરોસો તમારા અત્યાર સુધીના અભ્યાસ, તેમાં મેળવેલા માર્ક્સ અને તેને લગતા દસ્તાવેજ પરથી આવે છે. આ દસ્તાવેજ દર્શાવે છે કે તમે યોગ્ય રીતે ભણી શકો છો, અને તમે જવાબદાર છો.
- પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ
- એડ્રેસ પ્રૂફ (હાલનું અને કાયમી)
- ધોરણ 10થી લઈને આગળની બધી માર્કશીટ અને સર્ટિફિકેટ્સ
- GRE/ TOEFL/ IELTS/ PTE સર્ટિફિકેટ્સ
- કામનો અનુભવ દર્શાવતો દસ્તાવેજ (જો હોય તો)
- કોન્ટેક્ટ નંબર અને ઈમેઈલ એડ્રેસ
જો તમે નોકરિયાત છો, વેપાર કરો છો અથવા ખેતી કરો છો, તો પછી તમારે પે સ્લીપ્સ, ફોર્મ 15, આવકનો પુરાવો, એડમિશન લેટર, એક્સ્ટ્રાકરિક્યુલર એક્ટિવિટીઝ જેવા અન્ય દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. જેનાથી તમારી લોનની પ્રોસેસ એકદમ સરળતાથી થઈ જાય.
જેમ સ્ટુડન્ટ્સ લોન લેવા ઝંખી રહ્યા છે, તેવી જ રીતે બેન્ક્સ પણ લોન આપવા માટે ગ્રાહકો શોધી રહી છે. એટલે બેન્ક પાસે જુદા જુદા પ્રકારની લોન હોય છે, વ્યાજ દરના ઓપ્શન હોય છે, લોન રિપે કરવાની જુદી જુદી મેથડ પણ હોય છે. જો તમારી પાસે કોઈ પ્રોપર્ટી છે, તો તમે તેને સિક્યોરિટી તરીકે મૂકીને ઓછા વ્યાજે લોન લઈ શકો છો. જો તમારી પાસે સિક્યોરિટી તરીકે મૂકવા માટે કંઈ નથી, તો તમે માત્ર બેન્કને એ પ્રોમિસ કરી રહ્યા છો કે તમે તેમના પૈસા ચૂકવી દેશો, એટલે આ પ્રકારની લોનનું વ્યાજ વધારે હોય છે. કારણ કે બેન્ક તેને અનસિક્યોર્ડ લોન ગણે છે.
કોઈ પણ લોનના વ્યાજ દર અને તેની રિપેમેન્ટ મેથડમાં પણ જો અને તો લાગુ પડતા હોય છે. એટલે તમે જે બેન્કમાંથી લોન લઈ રહ્યા છો, તેમના વ્યાજદર, રિપેમેન્ટ મેથડ વિશે રિસર્ચ કરીને જાણી શકો છો. સાથે જ એવા પ્રકારના હપ્તા પસંદ કરો, જેથી તમે જ્યારે અભ્યાસ કરો છો, ત્યારે તમારા પર પૈસા ચૂકવવાનો લોડ ન આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.