બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / Indian students are looking for Germany Chile Turkey Spain like countries for foreign study

પરિવર્તન / UK, US, Canadaમાંથી ભારતીય વિદ્યાર્થીઓનો રસ ઉડ્યો, હવે અહીં ભણવા જવાનો ક્રેઝ

Bhavin Rawal

Last Updated: 10:31 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય યુવાનોનો યુકે, યુએસમાંથી રસ ઘટવા પાછળ જુદા જુદા કારણો જવાબદાર છે. બ્રેક્ઝિટ બાદ યુકે ઈકોનોમી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે તેઓ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટેના નિયમો કડક કરી રહ્યા છે.

ભારતીય યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આપણને લાગે છે કે આપણી આસપાસથી લોકો ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન જઈ રહ્યા છે, પણ એવું નથી. આંકડા જણાવી રહ્યા છે કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ઓછા જાણીતા એવા લિથુનિયા, ઈસ્ટોનિયા, ચિલી, તુર્કી, માલ્ટા, તાઈવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે.  ઈકોનોમિક ટાઈમ્સના લેટેસ્ટ રિપોર્ટમાં મોટી સંખ્યામાં સ્ટડી અબ્રોડની સુવિધા આપતી સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ્સ દ્વારા આ વાતને મજબૂતીથી દર્શાવવામાં આવી છે કે મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ આ વર્ષે ઉપર જણાવેલા દેશોમાં જઈ રહ્યા છે. 

આ કારણોથી રસ ઘટ્યો

ભારતીય યુવાનોનો યુકે, યુએસમાંથી રસ ઘટવા પાછળ જુદા જુદા કારણો જવાબદાર છે. બ્રેક્ઝિટ બાદ યુકે ઈકોનોમી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે તેઓ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટેના નિયમો કડક કરી રહ્યા છે. કેનેડામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા, રહેવાની મુશ્કેલી પડવા લાગી છે, સાથે જ ભારત સાથે કેનેડાના સંબંધો કથળતા લોકો કેનેડા જવાનું ટાળી રહ્યા છે. અમેરિકા ભારતીય લોકો માટે નોકરી માટે સૌથી ઉત્તમ રહ્યું છે, પરંતુ અમેરિકા જવું બીજા કોઈ પણ દેશ કરતા વધારે મોંઘુ પડે છે. 

ઓછો ખર્ચ થાય, તેવા દેશો પહેલી પસંદગી 

પરિણામે ભારતીય નાગરિકો જ્યારે બીજા દેશો અંગે વિચારે છે, ત્યારે એવા દેશોની પસંદગી કરે છે, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી પોલિસી હોય, અને ત્યાં જવાનો, રહેવાનો ખર્ચો ઓછો થતો હોય. સાઉથ કોરિયા ટ્રેન્ડિંગમાં આવવા પાછળનું મોટું કારણ કે પોપ કલ્ચરની વધતી લોકપ્રિયતા પણ છે. 

બિગ 4 દેશ હતા ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિસ એડમિશન સર્વિસના લેટેસ્ટ ડેટા મુજબ યુકેમાં અંડરગ્રેજ્યુએટ કોર્સ માટેની ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં આ વર્ષે 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો Redseerના રિપોર્ટ મુજબ 2 વર્ષ પહેલા જે સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા તેમાંથી 80 ટકા વિદ્યાર્થીઓ યુએસ, યુકે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જતા હતા. પરંતુ 2022માં આ ચારેય દેશોમાં જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રેડસીરના અસોસિયેટ પાર્ટનર કુશલ ભટનાગરે ઈટીને આપેલા નિવેદનમાં કહ્યું છે કે,'કેનેડા અને યુકે દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બનાવાયા છે, જેને કારણે હવે જર્મની, સિંગાપોર, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા જેવા દેશો પર વિદ્યાર્થીઓ પસંદગી ઉતારી રહ્યા છે.'

વધુ વાંચો: ફ્રાંસ જવા માટે તમારી 'ટેલેન્ટ' બનશે ઉપયોગી, 4 વર્ષની મળશે વર્ક પરમિટ, બસ આટલી વાતોનું ધ્યાન રાખો

આ દેશોમાં મળી રહી છે સ્કોલરશિપ

દક્ષિણ અમેરિકાના દેશો વિદ્યાર્થીઓને આકર્ષવા માટે જુદી જુદી સ્કોલરશિપ પણ આપી રહ્યા છે. જેમ કે ચિલી ગર્વમેન્ટ દ્વારા ખાસ સ્કોલરશિપ જાહેર કરવામાં આવી છે, સાથે જ વિઝાની પ્રોસેસ વિદેશી વિદ્યાર્થીઓ માટે સરળ કરી દેવામાં આવી છે.  આ ઉપરાંત ચિલીમાં ઘણી ભારતીય કંપનીઓ પણ કાર્યરત છે. તો બીજી તરફ માલ્ટા અને તાઈવાન એવા દેશ છે, જ્યાં ટ્યુશન ફી ઓછી છે, રહેવાનો ખર્ચ પણ બીજા દેશ કરતા ઓછો છે. વિદેશ અભ્યાસ માટેના નિષ્ણાતોના કહેવા પ્રમાણે છેલ્લા છ મહિનામાં અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા કરતા બાકીના દેશોમાં જવા માટે વિદ્યાર્થીઓ વધુ ઈન્કવાયરી કરી રહ્યા છે.  તો જર્મની, ફિનલેન્ડ, યુએઈ, જપાન, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, મેલશિયા અને સ્પેન જેવા દેશો પણ ધીરે ધીરે વિદ્યાર્થીઓમાં પોપ્યુલર થઈ રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે આ લિંક પર ક્લિક કરીને, અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ