ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / How to make milk and saffron face pack

બ્યૂટી / ગ્લોઇંગ ફેસ માટે ઉપયોગ કરો દૂધ-કેસરનો ફેસપેક

Published By: Krupa

Last Updated: 06:03 PM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાવામાં સ્વાદિષ્ટ કેસરના ખૂબ જ ફાયદા છે. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે એવું તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમને જાણો છો કે તમારી કાળી પડેલી ત્વચાને ગ્લોઇંગ ફેસ કરવા માટે દૂધ-કેસરના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

ADVERTISEMENT

ચહેરાની સુંદરતા વધારવા માટે તમે ઘણી ચીજોનો ઉપયોગ કરો છો. એવામાં કેસર કુદરતની સૌથી સુંદર અને ઉપયોગી દેન છે. એનો ઉપયોગ દરેક પ્રકારના નાના મોટા રોગ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત કેસરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે દૂધ અને કેસર તમારા ચહેરા માટે કેટલું ફાયદાકારક છે. એનાથી તમારા ચહેરાને ગ્લો પણ મળે છે. 

દૂધ અને કેસરનો ફેસપેક કેવી રીતે બનાવશો
ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા કેસર અને દૂધ લો. ત્યારાદ બે ચમચી દૂધમાં એક ચમચી કેસર મિક્સ કરીને ફેસપેક બનવી લો. ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા ફેસપેકને ચહેરા અને ગરદન પર લગાવો. પછી પેકને સૂકાવવા દો, ત્યારબાદ એને નવશેકા પાણીથી ધોઇ નાંખો

ટેનિંગ સ્કીનની એક સામાન્ય સમસ્યા છે. એ ત્યારે થાય છે જ્યારે તમે ગરમીમાં બહાર ફરવા નિકળો છો. તમે બહાર સારું સનસ્ક્રીન લગાવીને પણ નિકળો, તેમ છતાં તમને ટેનિંગ થઇ જ જાય છે. એવામાં કેસર અને દૂધનો ફેસપેક તમારા માટે ફાયદાકારક હશે. એનાથી ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

જો તમારી સ્કીન ડ્રાય રહે છે તો તમારે કેસર અને દૂધનું સેવન કરવું જોઇએ, એનાથી તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર થઇ જશે. 

કેસરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ખીલ વધતા રોકે છે. એટલા માટે જ્યારે પણ તમે કેસર અને દૂધનો ફેસપેક લગાવો છો તો તમારી સ્કીનમાં ખેંચાણ આવે છે. 

કેસર અને દૂધનું મિશ્રણ કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. એટલા માટે જો તમારા ચહેરા પર કરચલીઓ છે તો આ ફેસપેક લગાવવોન ભૂલશો નહીં. દૂધ અને કેસરનો ફેસપેક લગાવવાથી સ્કીનમાં લચીલાપણું આવે છે અને તમને જવાન રાખે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Milk beauty lifestyle saffron કેસર દૂધ Beauty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ