બ્રેકિંગ ન્યુઝ
VTV / How to get out of a toxic relationship
Last Updated: 05:50 PM, 26 June 2021
ADVERTISEMENT
કોઇ પણ સંબંધમાં એકબીજાને સમજવું જરૂરી હોય છે. બંને માટે જે સારુ હોય તે અનુસાર નિર્ણયો લેવા જોઇએ. જો તમે એવા કોઇ સંબંધમાં છો કે જે દિવસે ને દિવસે ખરાબ થઇ રહ્યો છે તો તમે ગમે તેટલા સાથે હશો પરંતુ ખુશ નહી રહી શકો. આ પ્રકારના સંબંધને અલવિદા કહી દેવું જ યોગ્ય ગણાશે.

ADVERTISEMENT
ટોક્સિક રિલેશનશીપ તમારી મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર નાંખે છે. જો તમારો સાથી તમારા પર શંકા કરે છે, તમારી સાથે ખરાબ રીતે વાત કરે છે અથવા જૂઠ્ઠુ બોલ છે, વધારે પઝેસીવનેસ બતાવે છે તો તમે એક અનહેલ્ધી રિલેશનશીપમાં છો. તેને બને તેટલુ જલ્દી છોડી દેવું જોઇએ.
બહાના ન બનાવો
આ પ્રકારના લક્ષણ દેખાય અને તેના કારણે તમને નેગેટીવ, અસહાય અને થાક અનુભવાય છે તો આ સંબંધમાંથી તરત જ એક્ઝિટ લઇ લોય રિલેશનશીપમાં બીજા વ્યક્તિ પ્રત્યે પ્રેમના કારણે આવી ટોક્સિક રિલેશનશીપમાં રહે છે અને પોતાની જાતને ખોટા આશ્વાસન આપ્યા કરે છે.
ADVERTISEMENT
મદદ લો
જો તમને એવું લાગે છે કે તમારો સંબંધ સુધરી શકે છે તો કોઇ કાઉન્સિલરની સહાય લેતા ખચકાશો નહી. તેની સાથે દરેક સિચ્યુએશન શૅર કરો અને બનતા દરેક પ્રયત્ન કરો

ADVERTISEMENT
આત્મસન્માનને પસંદ કરો
તમારે પોતાની જાતને પ્રેમ કરતા શીખવુ પડશે. તમારી સાથે પાર્ટનર ગમે તેટલો ખરાબ વ્યવહાર કરે તેને સહન ન કરી લો. જો કોઇ વાત તમને ખરાબ લાગે છે તો તેને કહો અને આ સંબંધને જલ્દી જ પતાવી દો.
બીજીવાર જીવન નહી મળે
આપણે સૌ જાણીએ છીએ કે, બીજીવાર આ જીવન મળવાનું નથી તો શા કારણે આવા ટોક્સિક રિલેશનશીપમાં રહીને આખુ જીવન બરબાદ કરી દેવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.