જો તમારુ આધાર કાર્ડ ખોવાઇ જાય તો ટેન્શન કરવાની કોઇ જરૂર નથી. હવે તમે રજિસ્ટર્ડ મોબાઇલની મદદથી ફરી આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકશો.
UIDAIની ઑફિશ્યલ વેબસાઇટથી રજિસ્ટર્ડ મોબાઇલની મદદથી તમે mAadhaarને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. જોકે mAadhaar માટે જરૂરી છે કે તમારે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોય. આ સાથે જ ઇમેલ આઇડી પણ રજિસ્ટર્ડ હોવુ જરૂરી છે.
આ સ્ટેપ્સ કરો ફૉલો:
જો મોબાઇલ નંબર ન હોય રજિસ્ટર્ડ તો શું કરો?
- જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર નથી તો, બીજા કોઇ નંબરની મદદથી પણ તમે આધાર કાર્ડ મેળવી શકાય છે.
-UIDAI તરફથી આધારને ઓનલાઈન રિકવર કરવાની સુવિધા આપવામાં આવી છે..
- ઓનલાઈન રિકવર કરતા સમયે ગ્રાહકોએ પોતાનો કરન્ટ નંબર આપવાનો રહેશે, જેથી તેમાં વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલી શકાય.
કેવી રીતે મેળવશો આધાર કાર્ડ?
- સૌથી પહેલા આધાર કાર્ડની ઑફિશ્યલ વેબસાઇટ uidai.gov.inપર જઇને આધાર રિપ્રિન્ટના વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર નંબર અને અન્ય જાણકારી ભરો. જો મોબાઇલ નંબર રજિસ્ટ્રરના હોય તો, હાલમાં વાપરતા મોબાઇલ નંબરને વેરિફિકેશન માટે ભરો.
- આ તમામ માહિતી આપ્યા પછી તમારે ઓનલાઈન પેમેન્ટ ભરવું પડશે. પેમેન્ટ ભરતાં જ એક સિરિયલ નંબર આવશે.
- તમારી અરજી સબમિટ થઇ જશે અને તમારું આધાર કાર્ડ તમારા એડ્રેસ પર પહોંચી જશે.
50 રૂપિયા જેટલો લાગશે ચાર્જ:
આધાર કાર્ડની રિપ્રિન્ટ કરવા માટે તમારે ક્રેડિડ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPIથી પેમેન્ટ કરવા માટે 50 રૂપિયા વધારે આપવા પડશે, આ પછી તમારું આધાર કાર્ડ તમારા એડ્રેસ પર પહોંચશે.