બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How to change mobile number in Ration Card

યૂટિલિટી / ઘરે બેઠા Ration Cardમાં અપડેટ કરી લો મોબાઈલ નંબર, જાણી લો સરળ ઓનલાઈન પ્રોસેસ

Published By: Bhushita

Last Updated: 08:25 AM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ શહેરમાં સરળતાથી રાશન મેળવવામાં તકલીફ ન પડે તે માટે તમે તમારા મોબાઈલ નંબરને રાશન કાર્ડમાં અપડેટ રાખો તે જરૂરી છે.

  • રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર
  • મોબાઈલ નંબરને રાશન કાર્ડ સાથે રાખો અપડેટ
  • જાણો સરળ સ્ટેપ્સની ઓનલાઈન પ્રોસેસ

સરકાર પાસેથી ફ્રીમાં રાશન લેવા માટે તમે તમારા રાશન કાર્ડની વિગતોને અપડેટ રાખો તે ખાસ જરૂરી છે. જો તમે આ જગ્યાએ ફોન નંબર અપડેટેડ નથી રાખ્યો તો તમને મુશ્કેલી આવી શકે છે. તો હવે જરા પણ મોડું કર્યા વિના તમે તેને અપડેટ કરી લો તે યોગ્ય છે.  

જરૂરથી અપડેટ કરો મોબાઈલ નંબર
રાશન કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાનું જરૂરી છે. તમે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકશો. જો તમે રાશન કાર્ડમાં જૂનો નંબર ચાલુ રાખ્યો છે તો તમને અપડેટ મળી શકશે નહીં. વિભાગની તરફથી અવાર નવાર અનેક જરૂરી અપડેટ્સ આપવામાં આવે છે. આ માટે મોબાઈલ નંબર અપડેટેડ હોય તે જરૂરી છે.  
 
આ રીતે અપડેટ કરો રાશન કાર્ડમાં મોબાઈલ નંબર
 
1. સૌ પહેલા  https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx પર પહોંચો.
2. અહીં એક પેજ ખુલશે. જેમાં Update Your Registered Mobile Number લખેલું જોવા મળશે. 
3. નીચે આપેલી કોલમની તમામ જાણકારીઓ ભરો.
4. પહેલી કોલમમાં Aadhaar Number of Head of Household/NFS ID લખો.
5. બીજી કોલમમાં Ration card No લખો. 
6. ત્રીજી કોલમમાં Name of Head of Household લખો.
7. લાસ્ટ કોલમમાં નવો મોબાઈલ નંબર લખો અને સેવ કરો. 
8. હવે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. 


 
વન નેશન વન રાશન કાર્ડ શરૂ
ઉલ્લેખનીય છે કે દેશના 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જૂન 2020થી રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા વન નેશન વન રાશન કાર્ડ શરૂ થઈ છે. આ યોજનાના આધારે તમે કોઈ પણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ, ત્રિપુરા, બિહાર, યૂપી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દમણ અને દીલમાં પહેલાથી આ યોજના લાગૂ છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Ration card Update change mobile number process પ્રોસેસ મોબાઈલ નંબર રાશન કાર્ડ change mobile number in Ration Card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ