ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / how smartphone is dangerous to keep in pocket or closer to body
ADVERTISEMENT
ADVERTISEMENT
પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં ફોન રાખે છે
મોટાભાગના લોકો અને ખાસ કરીને પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં ફોન રાખે છે. આવી સ્થિતિમાં ફોન તૂટી જવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત, તેનાથી પેટની સાથે પગમાં પણ દુખાવો થાય છે. ડોકટરોએ પણ કહે છે કે નિતંબના હાડકા પર સતત દબાણ આવતા નુકસાન થાય છે.
ADVERTISEMENT
સ્માર્ટફોનને ઓશીકા નીચે મૂકીને સૂવાથી લોકોને માથાનો દુખાવો અને ચક્કર આવે છે
ઘણા લોકો તેમના સ્માર્ટફોનને ઓશીકા નીચે મૂકીને સૂઈ જાય છે.જે આરોગ્ય માટે ઘણું ખતરનાક છે. તેનાથી લોકોને માથાનો દુખાવો અને ચક્કર આવે છે. કારણ કે સ્માર્ટફોનમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સતત નીકળતા રહે છે.તેથી તેને સતત માથા પાસે રાખવો ન જોઇએ.મોટાભાગના લોકો મોબાઇલમાં એલાર્મ સેટ કરે છે.જો સમાર્ટફોનનો ઉપયોગ એલાર્મ તરીકે ઉપયોગ કરવો હોઇ તો એરપ્લેન મોડ પર રાખવો જોઇએ.કેટલાક લોકો તેમના ફોનને આગળના ખિસ્સામાં રાખે છે. પરંતુ પુરુષોમાં તેનાથી સ્પર્મ કાઉન્ટ ઓછા થવાની શકયતા રહે છે અને તેની ગુણવત્તા પણ બગડી શકે છે. બાળકો સાથે ફોન રાખવો પણ જોખમ મુક્ત નથી.
ADVERTISEMENT
રસોડામાં મોબાઈલ રાખવાથી વિસ્ફોટ થવાની શકયતા રહે છે
એક સંશોધન મુજબ બાળકો સતત ફોન સાથે રાખે તો હાયપરએક્ટિવિટી સહિતના કેટલાક ડિસઓર્ડર થઈ શકે છે. મહિલાઓને મોબાઈલને રસોડામાં ગેસની નજીક રાખવાની ટેવ હોય છે.આ ટેવ કયારેક ઘાતક પુરવાર થઇ શકે છે. કેમ કે ગેસની ગરમી અથવા આગથી મોબાઇલમાં વિસ્ફોટ થવાની શકયતા રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો