બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / how much money to save per month in your salary to become rich

તમારા કામનું / પગાર ચાહે 20 હજાર હોય કે એક લાખ, સેલરી સેવિંગ્સ માટે તો આ એક જ ફોર્મ્યુલા આવશે જોરદાર કામ

Arohi

Last Updated: 03:31 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Savings Tips: ફોર્મૂલા એ છે કે સૌથી પહેલા સેલેરી આવતા જ સેવિંગ માટે નિર્ધારિત રકમને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, જો બીજુ એકાઉન્ટ નહીં તો નક્કી કરેલી બચતને હાથ પણ ન લગાવો.

તમે પ્રાઈવેટ જોબમાં છો કે સરકારી નોકરી કરી રહ્યા છો પરંતુ તમારે દર મહિને કેટલા પૈસા બચાવવા જોઈએ? સેવિંગ માટે સેલેરી કેટલી હોવી જોઈએ? સેલેરી અને સેવિંગની વચ્ચે શું સંબંધ છે? મોટાભાગના લોકોને તેના વિશે જાણકારી નથી. 

હકીકતે જો તમે સેલેરી અને સેવિંગની વચ્ચે તાલમેલ નથી બેસાડી શકતા તો શક્ય છે કે તમે નાણાકીય લક્ષ્ય ચુકી શકો છો. આપણા દેશમાં મોટાભાગે લોકો સેવિંગને લઈને જાગૃત નથી. લોકો પાસે જ્યારે પણ સેવિંગની વાત આવે તો તેમની પાસે એક જ બહાનું હોય છે કે હાલ સેલેરી ઓછી છે. જ્યારે થોડી વધી જશે ત્યારે રોકાણ કરીશું. પરંતુ આવા લોકોની સેલેરી વધવાની સાથે જ ખર્ચા પણ વધતા જાય છે અને પછી કંઈ પણ નથી બચતું. 

20 હજાર રૂપિયા સેલેરી ધરાવતા લોકો માટે આ ફોર્મૂલા 
હવે સવાલ ઉઠે છે કે શું ઉપાય છે? તેનો સીધો જવાબ છે કે જો તમે ઈચ્છો તો જેટલી સેલેરી છે તેમાંથી જ બચત કરી શકો છો. તેના માટે ફક્ત ઈચ્છા શક્તિ અને સારા પ્લાનની જરૂર હોય છે. 

જો તમારી સેલેરી 20,000 રૂપિયા મહિના છે તો તમે પણ બચત કરી શકો છો. ફોર્મૂલા એ છે કે સૌથી પહેલા સેલેરી આવતા જ સેવિંગ માટે નિર્ધારિત રકમને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, જો બીજુ એકાઉન્ટ નહીં તો નક્કી કરેલી બચતને હાથ પણ ન લગાવો. તે રકમને મહિનાના પહેલા અઠવાડિયામાં જ ઈનવેસ્ટ કરી દો. 

50000 હજાર સેલેરી હોય તો 
જો તમારી સેલેરી 50000 આસપાસ છે અને તમે પરણિત છો અને બે બાળકો છે તેમ છતાં 50000 રૂપિયા સેલેરીમાંથી બચત કરી શકો છો. સામાન્ય રીતે પ્રાઈવેટ જોબ કરનારને મંથલી સેલેરીમાંથી લગભગ 30 ટકા રકમ બચાવવી જોઈએ. 

નિયમ કહે છે કે 15 હજાર રૂપિયા દર મહિનાના બચાવવા જોઈએ. જો તમારી સેલેરી 50 હજાર રૂપિયા મહિને છે અને તમે દર મહિને તેમાંથી 15 હજાર રૂપિયા નથી બચાવી શકતા તો પછી રોકાણના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. આ વિશે તમને તરત વિચારવાની જરૂર છે. 

1 લાખ સેલેરી છે તો...
જો તમારી એક લાખ રૂપિયા સેલેરી છે તો પછી દર મહિને ઓછામાં ઓછુ 20 ટકા રકમ બચાવો. જો તમે 30 ટકા રકમ બચાવો છો તો સારી રીતે ફાઈનાન્શીયલ ગોલ મેળવી શકો છો. 

શરૂઆતમાં 10 ટકા રકમ બચાવો 
જો તમે નાણાકીય વક્ષથી બચત શરૂ કરી રહ્યા છો તો 10%થી શરૂઆત કરો. પરંતુ દર 6 મહિને તેને વધારતા રહો. જ્યારે સુધી 30 ટકા મંથલી બચત સુધી ન પહોંચી જાઓ. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી થશે. 

વધુ વાંચો: પર્સનલ લોન કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય કે નહીં? જાણો શું છે નિયમો

ખર્ચા પુરા નહીં થાય કારણ કે પહેલાથી સંપૂર્ણ સેલેરી ખર્ચ કરવાની આદત પડી છે. પરંતુ 6 મહિનામાં તમે પોતે પોતાની આદત બદલી શકો છો. સૌથી પહેલા ખર્ચની લિસ્ટ બનાવો. તેમાં જે જરૂરી છે તેને પહેલા મુકો. ત્યાર બાદ તે ખર્ચા પર વિચાર કરો. જેના પર કાપ મુકી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ