બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / How much money does "Ori" charge for attending a wedding? Revealed in interview

ખુલાસો / લગ્ન અટેન્ડ કરવાના કેટલા રૂપિયા લે છે "ઓરી"? ઈન્ટર્વ્યૂમાં કર્યો ખુલાસો

Vishal Khamar

Last Updated: 07:44 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓરહાન અવાત્રામણી જે "ઓરી" નામથી સોશિયલ મીડિયામાં જાણિતો છે તે ફરીવાર ચર્ચામાં આવ્યો છે. અત્યારે તે પોતાની આવકને લઈ ચર્ચામાં આવ્યો છે. ઓરીએ તેની આવકને લઈ ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર તેને લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનાં લાખો રુપિયા મળે છે.

સોશિયલ મીડિયા સ્ટાર "ઓરી" બોલીવૂડ સ્ટાર્સથી લઈ અમિર લોકોની પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ તે જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફન્કશનમાં જોવા મળ્યો હતો. ઓરી માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં પણ અનેક સ્ટાર સાથે પણ અવાર નવાર જોવા મળે છે. પરંતુ અનેક લોકો "ઓરી"ની આવતનાં સ્ત્રોતને લઈ અજાણ હતા. ત્યારે "ઓરી"એ એક ઈન્ટર્વ્યુમાં આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ છે કે તેને એક લગ્નમાં હાજરી આપવાનાં લાખો રૂપિયા મળે છે.

ઓરીએ તાજેતરમાં જ એક ન્યુઝ એજન્સીને ઈન્ટર્વ્યુ આપ્યુ હતું. જ્યાં તેને કહ્યુ હતુ કે તેનો હેતુ હેપ્પીનેસનો મેસેજ ફેલાવવામાં છે. જે તેને લોકો સાથે જોડે છે.  ઈવેન્ટ્સમાં સામેલ થવુ એ જ મારી આવકનો સ્ત્રો છે. ઓરીએ આ ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ કે લોકો તેને લગ્ન પ્રસંગોમાં બોલાવવાના 15-30 લાખ રુપિયા આપે છે.

 

ન્યુઝ એજન્સીને ઓરીએ જણાવ્યુ કે,મને પ્રસંગોમાં બોલાવનારા લોકો ઈચ્છે છે કે હુ મહેમાન તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પ્રસંગમાં હાજરી આપું. ઓરીના આ ખુલાસાથી સોશિયલ મીડિયામાં તેના વિષે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં જોવા મળ્યો હતો જ્યાં તેના રીહાના સાથેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

ઓરીના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક સ્ટાર કીડ્સ સામેલ છે. જેમાં સારા અલી ખાન,અનન્યા પાંડે, જાન્હવી કપૂર,નિસા દેવગન સામેલ છે. આ સિવાય દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ,દિશા પટ્ટની પણ તેના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ