બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / how-much-milk-should-you-drink

NULL / ઉંમરના હિસાબથી પીવો દૂધ તો જ મળશે ફાયદો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દૂધ એક એવું ફૂડસ છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે. આ ઉપરાંત દૂધમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે આપણાં શરીરને ચલાવવાનું કામ કરે છે. આપણું શરીર અનેક બિમારીઓ અને પરેશાનીઓથી બચેલું રહે છે. જો કોઇ માણસને હાડકાંથી જોડાયેલી સમસ્યા થાય છે તો પણ ડોક્ટર્સ એમને નિયમિત રૂપથી દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જે દૂધના પ્રમાણને પોતાના ડાયટમાં વધારી અથવા ઘટાડી શકે છે. પરંતુ ઉંમરના હિસાબથી દૂધ પીવું ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરમાં ભરપૂર પોષણ મળે છે. આજે અમે તમને એ માટે જ જણાવી એ છીએ તે કેટલી ઉંમરમાં કેટલું દૂધનું પ્રમાણ લેવું જોઇએ. 

- 0 થી 6 મહિનાના બાળકને દરરોજ 600 મિ.લી દૂધ પીવડાવું જરૂરી હોય છે.

- 0 થી 1 વર્ષમાં સામાન્ય રીતે  બધા જાણે છે કે આ ઉંમરમાં બાળકો માટે ગાય ભેંસ અને પેકેટ વાળું દૂધથી સારું માં નું દૂધ હોય છે. જો કોઇ કારણના લીધે માં બાળકને ફીડ કરાવવા માટે અસમર્થ છે તો એ બાળક માટે ફોર્મ્યુલા મિલ્ક સારો વિકલ્પ છે. 

- 1 થી 2 વર્ષ 
આ ઉંમરના બાળકને વધારે પોષક તત્વોની જરૂર હોય છે. કારણ કે એમના શરીરનો વિકાસ ઝડપથી થઇ શકે. એવામાં એમને કેલ્શિયમની વધારે જરૂર હોય છે. દિવસમાં 800 થી 900 મિલી દૂધ જરૂરી છે. 

- 2 થી 3 વર્ષના બાળકોને દરરોજ બે કપ દૂધ અથવા એનાથી બનેલી ચીજોનું સેલન કરાવવું જોઇએ કારણ કે આ ઉંમરમાં બાળકોને માત્ર કેલ્શિયમની નહીં પરંતુ અન્ય તત્વોની પણ જરૂર હોય છે. 

- જો બાળક 4 થી 8 વર્ષનું છે તો દરરોજ અઢી કપ દૂધ પીવા આપો. આ ઉપરાંત બાળકને દૂધથી બનેલી ચીજો જેમ કે પનીર દહીં વગેરે ખાવા આપો. 

- 9 વર્ષથી ઉપરના બાળકોને દરરોજ આશરે ત્રણ કપ દૂધની જરૂરીયાત હોય છે. એનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે. 

- ટીનએજર્સ બાળકોને દરરોજ 3000 કેલેરીની જરૂરીયાત હોય છે. એના માટે એમને દરરોજ 4 કપ દૂધ અને દૂધમાંથી બનાવેલી ચીજો આપો. એનાથી એમના હાડકાં મજબૂત થાય છે. 

- વયસ્કોએ ટોન્ડ અથવા સ્કિમ્ડ મિલ્ક જરૂરથી પીવું જોઇએ કારણ કે 1 ગ્લાસ ફુલ ક્રીમ દૂધમાં 146 કેલેરી 8 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત ટોન્ડ દૂધમાં 102 કેલેરી અને 2 ગ્રામ સેચુરેટેડ ફેટ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ