બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / How much has India's strategy to fight terrorism changed after 2014?

નિવેદન / 2014 બાદ આતંકવાદ સામે લડવા માટે ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ? વિદેશ મંત્રીએ ગણાવી સિદ્ધિઓ

Priyakant

Last Updated: 08:22 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S Jaishankar Statement Latest News: એક કાર્યક્રમમાં જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, એવા કયા દેશો છે જેની સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે મુશ્કેલ છે ? જાણો પછી શું થયું ....

S Jaishankar Statement : ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ છે. જયશંકર એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, એવા કયા દેશો છે જેની સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે મુશ્કેલ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો પડકાર પાકિસ્તાન છે. 

એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, PM મોદી 2014માં આવ્યા હતા પરંતુ આ સમસ્યા 2014માં શરૂ થઈ નહોતી. આ સમસ્યા 1947માં શરૂ થઈ હતી. 1947માં પાકિસ્તાનથી કાશ્મીર આવેલા લોકોએ ત્યાં હુમલા કર્યા આ આતંકવાદ હતો, તેઓ શહેરો અને ગામડાઓને બાળી રહ્યા હતા, તેઓ લોકોને મારી રહ્યા હતા. પાકિસ્તાને આક્રમણકારોને કાશ્મીરમાં મોકલ્યા. જોકે અમારી સેનાએ તેમની સામે લડ્યા. જ્યારે ભારતીય સેના તેની કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે રોકાયા અને સંયુક્ત રાષ્ટ્રમાં ગયા. 

આતંકવાદને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં
વિદેશ મંત્રીએ કહ્યું કે, જો આપણે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે, પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે અને આપણે તેને કોઈપણ સંજોગોમાં સહન ન કરીએ. જો કોઈ દેશ તમને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લે છે, તો તેને સહન ન કરવું જોઈએ. જયશંકરે કહ્યું કે, મુંબઈમાં 26/11ના હુમલા પછી યુપીએ સરકારે ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા અને કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ એવું ન વિચારવું જોઈએ કે જો અમે આ રેખાની બીજી બાજુએ છીએ તો અમને કોઈ સ્પર્શ કરશે નહીં. આતંકવાદીઓને જવાબ આપવા માટે કોઈ નિયમો નથી. જયશંકરે પૂછ્યું કે, જો મુંબઈ જેવું કંઈક (26/11) થાય અને કોઈ પ્રતિક્રિયા ન આપે તો પછીના હુમલાને કોઈ કેવી રીતે રોકી શકે.

વધુ વાંચો: શું લોકસભા ચૂંટણી બાદ મોબાઇલ રિચાર્જ થશે મોંઘા! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

આતંકવાદ સામેની નીતિ બદલાઈ
આ સાથે જ્યારે દેશની વિદેશ નીતિમાં સાતત્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું કે, મારો જવાબ હા છે. 50 ટકા સાતત્ય અને 50 ટકા ફેરફાર છે. એક ભિન્નતા આતંકવાદ પર છે. મુંબઈ હુમલા પછી એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેને લાગ્યું હોય કે આપણે પ્રતિક્રિયા ન કરવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ