બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ભારત / Mobile recharge will be expensive after the Lok Sabha elections!

બિઝનેસ / શું લોકસભા ચૂંટણી બાદ મોબાઇલ રિચાર્જ થશે મોંઘા! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Priyakant

Last Updated: 07:58 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : જો તમે 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે અત્યારે જે ચૂકવણી કરી રહ્યા છો તેના કરતાં તમારે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સામાન્ય જનતાને અસર કરતાં એક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી બાદ ટેરિફ પ્લાન 15-17 ટકા મોંઘો થઈ શકે છે. નોંધનિય છે કે, દેશમાં  19 એપ્રિલથી મતદાન શરૂ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.  

રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફની કિંમતમાં 15-17 ટકાનો વધારો થવાની ધારણા છે. આનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થવાનો છે. જો આવું થશે તો તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે કારણ કે, રિચાર્જ મોંઘું હશે તેથી તમારે તેને ખરીદવા માટે કેટલાક પૈસા ખર્ચવા પડશે. અગાઉ ડિસેમ્બર 2021માં કંપનીઓએ ટેરિફમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો.

કઈ કંપનીનું રિચાર્જ થશે મોંઘુ?
કઈ કંપનીનું રિચાર્જ સૌથી મોંઘું હોઈ શકે છે તો આ પ્રશ્નનો હજુ સુધી કોઈ જવાબ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર એરટેલ તેના ટેરિફમાં વધુ વધારો કરી શકે છે. વોડાફોન-આઈડિયા નાણાકીય સંકટનો સામનો કરી રહી છે તેથી તે તેના ટેરિફની કિંમત પણ ઝડપથી વધારી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

વધુ વાંચો: યુદ્ધના એંધાણ! ભારતીયો ઈરાન-ઈઝરાયેલ જવાનું ટાળે, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

આવો જાણીએ શું કહે છે રિપોર્ટ ? 
એક રિપોર્ટ સૂચવે છે કે ઝડપી ઇન્ટરનેટ માટે તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો તમે 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે અત્યારે જે ચૂકવણી કરી રહ્યા છો તેના કરતાં તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. હાલમાં 5G ઇન્ટરનેટ મોબાઇલ કંપનીઓનું સીધું લક્ષ્ય હશે કારણ કે ઝડપી ઇન્ટરનેટની સાથે ગ્રાહકો ડેટા માટે વધુ ચૂકવણી પણ કરે છે. હવે આવી સ્થિતિમાં મોબાઈલ કંપનીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી તેથી આ અંગે સંપૂર્ણ રીતે કહી શકાય નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ