બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / war Indians should avoid going Iran Israel Ministry External Affairs has issued advisory

સાવચેતી / યુદ્ધના એંધાણ! ભારતીયો ઈરાન-ઈઝરાયેલ જવાનું ટાળે, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

Published By: Ajit Jadeja

Last Updated: 09:06 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા

સીરિયાની રાજધાની દમાસ્કસમાં 1 એપ્રિલે તેના કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. પરંતુ તે આ ક્યારે અને કેવી રીતે કરશે? તે નિર્ણય પોતાના હિસાબે કરશે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવ વચ્ચે ભારતે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ બંને દેશોની યાત્રા ન કરવા જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું, "ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસોનો સંપર્ક કરવો જોઈએ. પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ."

ભારતે આ એડવાઈઝરી અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ બાદ આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલએ અમેરિકન ઈન્ટેલિજન્સનો હવાલો આપતા પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈરાન આગામી બે દિવસમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઘણા ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાન ઈઝરાયેલ પર પરમાણુ હુમલો કરી શકે છે.

1 એપ્રિલે ઇઝરાયલે સિરિયામાં કરી હતી એરસ્ટ્રાઇક

1 એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને કહ્યું હતું કે ઈઝરાયેલ પાસેથી બદલો લેવામાં આવશે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં 1 એપ્રિલે તેના કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. પરંતુ તે આ ક્યારે અને કેવી રીતે કરશે? તે પોતાની અનુકૂળતા મુજબ આનો નિર્ણય કરશે. દમાસ્કસ હુમલામાં ત્રણ વરિષ્ઠ લશ્કરી કમાન્ડર સહિત સાત ઈરાની નાગરિકો માર્યા ગયા હતા. તેમાંથી, મોહમ્મદ રેઝા ઝાહેદી, જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ગ્રાઉન્ડ અને એર ફોર્સના ભૂતપૂર્વ કમાન્ડર હતા, તેમનું પણ મૃત્યુ થયું હતું. તે સીરિયા અને લેબનોનમાં ઈરાનના પ્રોક્સીઓ સાથે સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

મિસાઇલનો ઉપયોગ કરી શકે છે

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ જરૂરી નથી કે હુમલો ઈઝરાયેલની ઉત્તરી બાજુથી એટલે કે લેબનોનથી કરવામાં આવે, જ્યાંથી ઈરાનની પ્રોક્સી હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર સતત હુમલો કરી રહી છે. આ બીજી બાજુથી પણ થઈ શકે છે. હુમલામાં લક્ષ્ય પર સીધા જ પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરી શકાય છે અથવા એક સાથે અનેક ડ્રોન છોડવામાં આવી શકે છે.આ આશંકાને ધ્યાનમાં રાખીને ભારતે આ બંને દેશોમાં રહેતા અથવા ત્યાં જવાનો વિચાર કરતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીથી સમજી શકાય છે કે ઈરાન અને ઈઝરાયેલ હવે મામલો ઘણો ઉગ્ર બની ગયો  છે.

આ પણ વાંચોઃ આવનારા સમયમાં ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે કોંગ્રેસ પાર્ટી' રાજનાથ સિંહના આકરા પ્રહાર

અમેરિકાએ ચીન-સાઉદી પાસે મદદ માંગી

અહીં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સાઉદી અરેબિયા, ચીન, તુર્કી અને ઘણા યુરોપિયન દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી. બ્લિંકને તમામ દેશોને ઈરાનને હુમલો ન કરવા સમજાવવા કહ્યું છે. ગુરુવારે અમેરિકાએ ઈઝરાયેલમાં કામ કરતા પોતાના નાગરિકો અને ખાસ કરીને રાજદ્વારીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel conflict MEA Travel Advisory For Indians ઈઝરાયેલ એડવાઈઝરી વિદેશ મંત્રાલય Israel

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ