બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / How much does the resolution letter fit in BJP's target of 400 par ?

મહામંથન / ભાજપના 400 પારના લક્ષ્યાંકમાં સંકલ્પ પત્ર કેટલું બંધબેસતું છે ?

Vishal Dave

Last Updated: 08:37 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઇને ભાજપે તેનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે, જેમાં તેણે મોટેભાગે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના હિતને ધ્યાનમાં લેતા મુદ્દા સમાવ્યા છે

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યુ છે.. 2019થી ભાજપ ચૂંટણી ઢંઢેરાને સંકલ્પપત્ર નામ આપે છે. પ્રધાનમંત્રીના હસ્તે સંકલ્પપત્ર જાહેર કરાયું છે.. 
આ સંકલ્પપત્રને સરકાર વાયદા પૂરા થયાનો દસ્તાવેજ ગણાવી રહી છે. જો કે સવાલ એ છે કે ભાજપના સંકલ્પપત્રમાં જીતની ગેરેન્ટી કેટલી? શું ભાજપનું સંકલ્પપત્ર સત્તા સુધી પહોંચાડશે? અને 400 પારના ગણિતમાં સંકલ્પપત્ર કેટલું બંધબેસતું છે..?

સંકલ્પપત્રમાં મહત્વનું શું છે તેના પર એક નજર કરીએ તો 

એક દેશ, એક ચૂંટણીની વાત કરવામાં આવી છે. સમાન નાગરિક સંહિતાની વાત કરવામાં આવી છે . CAAની અમલવારી કરાવવાની વાત કરાઇ છે. પાઇપથી રસોઇ ગેસ સપ્લાય કરવાનો સંકલ્પપત્રમાં ઉલ્લેખ ચે.. સાથેજ 3 કરોડ લખપતિ દીદી, વંદે ભારત ટ્રેનનો વિસ્તાર, ટીકીટ પ્રતિક્ષા યાદીમાં ઘટાડો, સમાન નાગરિક સંહિતા, કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અન્ય યોજનાઓની વાત કરાઇ છે.. સાથે જ  2029 સુધી ગરીબને નિશુલ્ક અનાજની વ્યવસ્થા 70 વર્ષથી વધુ વયના તમામ વર્ગના વડીલોનો આયુષ્માન યોજનામાં સમાવેશ
ટ્રાન્સજેન્ડરનો પણ આયુષ્માન યોજનામાં સમાવેશ જેવા મુદ્દા સંકલ્પપત્રમાં સાંકળવામાં આવ્યા છે. 

ભાજપના આ સંકલ્પપત્રમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ચાલો જોઇ કે સંકલ્પપત્રમાં આ દરેક માટે કયા-કયા મુદ્દા સમાવાયા છે. 

યુવાનો માટે ભાજપનો સંકલ્પ 

  • પેપર લીક થતા અટકાવવા કડક કાયદો ઘડાશે 
  • સરકારી ભરતી સમયબદ્ધ અને પારદર્શક રીતે થશે
  • સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ફંડિંગ વધારાશે
  • નિર્માણ ક્ષેત્રે રોજગારીની વધુ તક ઉભી કરાશે
  • માળખાકીય સુવિધાઓમાં રોકાણથી રોજગારની તકો ઉભી કરાશે 

સંકલ્પપત્રના અન્ય મુદ્દા

-વડીલો માટે આયુષ્માન યોજના

70 વર્ષથી વધુ વયના દરેક વૃદ્ધ માટે આયુષ્માન યોજના લાગુ કરાશે ગરીબ, મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગના તમામ વડીલો આવરી લેવાશે

-રેલવે નેટવર્કનો વિસ્તાર

બુલેટ ટ્રેનનું નેટવર્ક વધારવા અભ્યાસ કરાશે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં કોરિડોર વિકસાવવા અંગે અભ્યાસ થશે, વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત કરાશે, 5000 કિલોમીટરના રેલવે પાટાનું નિર્માણ કરાશે. 

શિક્ષણ

વન નેશન, વન સ્ટુડન્ટ ID લાગુ કરાશે, ઉચ્ચ શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ સમાવેશ કરાશે. મેડિકલ ક્ષેત્રે બેઠકોની સંખ્યા વધારાશે, રિસર્ચને વધારે મહત્વ અપાશે, 2020ની નવી શિક્ષણ નીતિ અનુસાર પાઠ્યક્રમ તૈયાર કરાશે

સંસ્કૃતિ

કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અન્ય યોજનાઓ શરૂ કરાશે, અયોધ્યાનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. શાસ્ત્રીય ભાષા, સંસ્કૃતિના રક્ષણ માટે ફંડની સ્થાપના કરાશે.  ભારતની સાહિત્યિક રચનાઓનો વિદેશી ભાષામાં અનુવાદ કરાશે. રામની પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની યાદમાં દર વર્ષે રામાયણ મહોત્સવ ઉજવાશે. ગેરકાયદે લઈ જવાયેલી મૂર્તિ, કલાકૃતિઓને પરત લવાશે. 

સંકલ્પપત્ર અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ભાજપની ચર્ચાની તૈયારી નથી . સંકલ્પપત્ર અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી મોંઘવારી, બેરોજગારી શબ્દ ગૂમ છે.. તેમણે કહ્યુ કે  ઈન્ડિયા ગઠબંધનનો પ્લાન બહુ સ્પષ્ટ છે.. 30 લાખ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.અને દરેક  શિક્ષિત યુવાનને રોજગારી અપાશે. 

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ