બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / How is your week going The doors of destiny of these 4 zodiac signs are opened wealth will happen

સાપ્તાહિક રાશિફળ / કેવું રહેશે તમારૂ અઠવાડિયું? આ 4 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખૂલ્યા, થશે માલામાલ

Manisha Jogi

Last Updated: 05:36 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર રાશિના જાતકો માટે આ સપ્તાહ‌ ખૂબ જ શુભ રહેશે. નાણાંકીય લાભના સંકેત જોવા મળી રહ્યા છે. કેટલીક રાશિઓએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.

  • છઠ્ઠા નોરતાથી નવા સપ્તાહની શરૂઆત.
  • આ સપ્તાહ કેવું રહેશે?
  • ચાર રાશિના જાતકોને થશે નાણાંકીય લાભ.

છઠ્ઠા નોરતાથી નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે, આ સપ્તાહ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષિઓ જણાવી રહ્યા છે કે, ચાર રાશિના જાતકો માટે આ સપ્તાહ‌ ખૂબ જ શુભ રહેશે. નાણાંકીય લાભના સંકેત જોવા મળી રહ્યા છે. કેટલીક રાશિઓએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, તો આ સપ્તાહ કેવું રહેશે તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

મેષ

નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. કરિઅરમાં પરિવર્તન આવશે. સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આ સપ્તાહમાં પરિવાર સાથે વ્યસ્ત રહેશો. ધનનું દાન કરો. લાલ રંગ તમારા માટે શુભ છે.

વૃષભ

આ સપ્તાહમાં નાણાકીય ખર્ચ વધશે. આરોગ્ય નબળું રહેશે. કરિઅરની ચિંતા સમાપ્ત થશે. પ્રોફેશનલ જીવનમાં સારા સમાચાર મળી શકશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. ક્રીમ રંગ તમારા માટે શુભ છે.

મિથુન

આ સપ્તાહમાં પ્રિયજનો સાથે મુલાકાત થશે. નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. ખર્ચા બાબતે સાવધાન રહો. આ સપ્તાહમાં ગોળનું દાન કરો. સોનેરી રંગ તમારા માટે શુભ છે.

કર્ક

આ સપ્તાહમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં ખુશી આવશે સારા સમાચાર મળી શકે છે. આ સપ્તાહમાં ધનનું દાન કરો. સફેદ રંગ તમારા માટે શુભ છે.

સિંહ

નવા સપ્તાહમાં ધન પ્રાપ્તિ થાય તે માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આરોગ્ય સારું રહેશે. શિક્ષણ ક્ષેત્રે ખર્ચો વધશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. કેસરી રંગ તમારા માટે શુભ છે.

કન્યા

આ રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવું જોઈએ. અન્ય કામોમાં સમય બરબાદ ના કરશો. આ સપ્તાહમાં આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. ખાવા પીવાની વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે. ફિરોઝી રંગ તમારા માટે શુભ છે.

તુલા

આ રાશિના જાતકો કારોબારમાં વ્યસ્ત રહેશે. જે ધન રોકાયેલું છે, તે પરત મળશે. તમારા જે પૈસા ડૂબી ગયા છે તે પણ પરત મળવાની સંભાવના છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સ્વજનોની સલાહ લો. ગોળનું દાન કરો. આસમાની રંગ તમારા માટે શુભ છે.

વૃશ્વિક

આ સપ્તાહ આરોગ્ય માં સુધારો આવશે તથા નાણાંકીય લાભ થવાની સંભાવના છે. બેરોજગાર વ્યક્તિઓને રોજગાર પ્રાપ્ત થશે. ધનનું દાન કરો. સફેદ રંગ તમારા માટે શુભ છે.

ધન 
આ રાશિના જાતકો કામમાં વ્યસ્ત રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો અને સંબંધીઓ સાથે જે પણ મતભેદ છે, તે દૂર થશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. ધાની રંગ તમારા માટે શુભ છે.

મકર

આ રાશિના જાતકોએ પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડશે. આરોગ્ય નબળું રહેશે. વગર કામનો તણાવ લઈ શકો છો. ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો થશે. ખાવા પીવાની વસ્તુઓનું દાન કરો. ગુલાબી રંગ તમારા માટે શુભ છે

કુંભ

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ ભર્યું રહેશે. તમે વગર કામની ચિંતા કરી શકો છો. પરિવારના સભ્યો સાથે વાદવિવાદમાં ના પડશો. ગોળનું દાન કરો. આસમાની રંગ તમારા માટે શુભ છે.

મીન

આ સપ્તાહમાં ધન અને કારોબારી સમસ્યાનું નિવારણ આવશે. કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે હાલનો સમય ખૂબ જ ઉત્તમ છે. સંપત્તિ ક્ષેત્રે લાભ થવાનો યોગ બની રહ્યો છે. ધનનું દાન કરો. આછો પીળો રંગ તમારા માટે શુભ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ