બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / ભારત / How far can the price of gold reach in 2024? 15 percent return in 2023

બિઝનેસ / 2024માં ક્યાં સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ? 2023માં મળ્યું 15 ટકા રિટર્ન, જાણૉ હવે શું છે અનુમાન

Priyakant

Last Updated: 08:12 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Latest News: મહત્વનું છે કે, સોનાએ વર્ષ 2023 માં 15% નું સારું વળતર આપ્યું છે અને 2024માં પણ સારું વળતર અપેક્ષિત

  • વર્ષના અંતમાં સોના-ચાંદીની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર
  • સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો
  • બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 350 રૂપિયાનો ઘટાડો 
  • ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો

Gold Silver Price : વર્ષ 2023 પસાર થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. આ વર્ષના અંતમાં સોના-ચાંદીની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવાર, 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 350 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ઘટીને 63,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને તેની કિંમત 1,000 રૂપિયા ઘટી હતી. ચાંદીનો ભાવ 78,500 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. પરંતુ વર્ષ 2024માં આવું નહીં થાય. નવા વર્ષમાં સોનું મોંઘુ થવાની સંભાવના છે. આશા છે કે આવતા નવા વર્ષમાં સોનાની કિંમત 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે.

લોકો વધુ સોનું ખરીદશે ? 
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2024માં પણ સોનામાં લોકોની રુચિ ચાલુ રહેશે. સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે અને તેના રિઝર્વ એકઠા કરી રહી છે. ભાવ ઘટવાને કારણે લોકો વધુ સોનું ખરીદશે જેના કારણે આગામી વર્ષમાં સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે.

File Photo

મહત્વનું છે કે, સોનાએ વર્ષ 2023 માં 15% નું સારું વળતર આપ્યું છે અને 2024માં પણ સારું વળતર અપેક્ષિત છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારો સમાપ્ત કરવાનો સંકેત આપ્યો છે. એવી અપેક્ષા છે કે, મધ્યસ્થ બેંક 2024માં વ્યાજ દરમાં ઘટાડો કરશે. તેના કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થશે અને સોના માટે સારું વાતાવરણ ઊભું થશે. સોના માટે મુખ્ય સપોર્ટ લેવલ 59 હજાર રૂપિયા અને 58 હજાર 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનો અંદાજ છે. ભાવ ઘટવાથી સોના તરફ ગ્રાહકોનું આકર્ષણ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ