ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / How Can We Apply Learning Driving License in Gujarat

નવો નિયમ / હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબુ નહીં થવું પડે, ગામડાંના લોકોને સૌથી વધુ ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 01:31 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી છે કે કાલથી અર્થાત્ તા. 15 નવેમ્બર 2019થી લર્નિંગ લાયસન્સ ( ડ્રાઈવિંગ) માટે RTO જવાની જરૂર નથી આપણાં ગામ કે શહેરની નજીકના ITI (ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર) તથા પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમાં કોલેજ) માંથી જ નીકળી જશે.

ADVERTISEMENT

લર્નિંગ લાયસન્સ મેળવવાં આ સ્ટેપ્સ ફોલો કરવા

* 15 નવેમ્બર 2019થી રાજ્યના તમામ તાલુકાઓમાં આવેલી 221 ITIમાં લર્નિંગ લાયસન્સ નીકળશે

* 20 નવેમ્બર 2019થી ITI ઉપરાંત નજીકની 29 પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમાં કોલેજ)માંથી પણ લર્નિંગ લાયસન્સ નીકળશે

* લર્નિંગ લાયસન્સની ફી parivahan.gov.in પરથી ભરી શકાશે એટલે કોઈ પણ પ્રકારની લાઈનમાં ઉભવું નહીં પડે

* લર્નિંગ લાયસન્સ માટે એપોઈન્ટમેન્ટ માટે cot.gujarat.gov.in પર એપ્લાઈ કરવાનું રહેશે, કોઈ અધિકારી પાસે કે એજન્ટ પાસે ધક્કા ખાવાની જરૂર નથી

* કોઈ પ્રકારની વધુ માહિતીની જરૂર પડે તો rtogujarat.gov.in અથવા cot.gujarat.gov.in પરથી મેળવી શકાશે, કોઈ પણ એજન્ટ પુછવાની જરૂર નથી

*  કોઈ પણ અરજદારે લર્નિંગ લાયસન્સ ફી સિવાયના કોઈ પણ રૂપિયા એજન્ટ કે અધિકારીને આપવાના રહેતાં નથી

* નીચેની તમામ પ્રક્રિયા હવેથી ઓનલાઈન થશે

1) ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યુઅલ
2) ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ
3) ડ્રાઈવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટ
4)વાહનની  ડુપ્લીકેટ RC બૂક
5) વાહનની કોઈ પણ માહિતી
6) હાઈપોથીકેશન રીમુવલ
7)ડ્રાઈવિંગ લાયસન્સ માહિતી

નોંધ-  આ તમામ ઓનલાઈન પ્રક્રિયાઓ માટે rtogujarat.gov.in અથવા cot.gujarat.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી OTP (વન ટાઈમ પાસવર્ડ) મેળવવાનો રહેશે

ફરિયાદ માટેના હેલ્પ લાઈન નંબર, ઈમેઈલ

વાહન માલિકોને ફરિયાદ કરવા માટે બે હેલ્પ લાઈન નંબર
07923257808 
07923251369

ઈ-મેઈલ : [email protected]

વધારાની વિગતો માટે વેબસાઈટ cot.gujarat.gov.in પર પણ મુકવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Driving License ITI Learning License Polytechnic Collage RTO આઈટીઆઈ આરટીઓ ડ્રાઈવિંગ લાયસન્સ લર્નિંગ લાયસન્સ RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ