ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / Horrifying scenes emerge from Kutch as cyclone hits: From Mandvi to Nalia, nature's fury
Last Updated: 07:50 PM, 15 June 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું મોડી સાંજે કચ્છના દરિયામાં લેન્ડફોલ થયું હતું. ત્યારે વાવાઝોડું કચ્છનાં દરિયા કિનારે ટકરાતા ભારે પવન ફૂંકાયો હતો. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.
લાયજા ગામ જવાનો રસ્તો બ્લોક
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લીધે લાયજા ગામ તરફ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ગામમાં વીજપોલ પણ ઘરાશાયી થયો હતો.
120 કિમીની ઝડપે પવન ફૂંકાયો
નલિયાનાં જખૌમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફલો થઈ ગયું છે. ત્યારે લેન્ડફ્લોનાં કારણે 120 કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાં કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ નલિયામાં વાવાઝોડાનાં કારણે પેટ્રોલ પંપને પણ નુકશાન થવા પામ્યું હતું.
ADVERTISEMENT
માંડવીમાં દરિયો તોફાની બન્યો
કચ્છનાં માંડવીમાં બિપોરજોય વાવાઝોડાની અસર સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. ભારે પવનનાં કારણે વાવાઝોડાની અસર શરૂ થઈ રહી છે. માંડવીમાં દરિયો તોફાની બન્યો છે. 60 થી 70 ની સ્પીડે માંડવીનાં દરિયા કિનારા પર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. કચ્છના માંડવીમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી.
ADVERTISEMENT
બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો કહેર વર્તાયો છે. ત્યારે માંડવીમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. પવનની ગતિ વધત અનેક દુકાનોનાં પરતા ઉડ્યા હતા. માંડવીથી નલિયા સુધી તમામ જગ્યાએ નુકશાન થવા પામ્યું હતું. વાવાઝોડું ટકરાય બાદ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુન્દ્રા સ્થિત અદાણી ઓફિસ તેમજ કોલોનીમાં નુકસાન
કચ્છ જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ત્યારે મુન્દ્રામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુન્દ્ર સ્થિત અદાણી ઓફિસ તેમજ કોલોનીમાં ભારે નુકશાન થવા પામ્યું હતું. ભારે પવનને કારણે ઓફિસનાં પતરાં ઉડ્યા હતા.
ADVERTISEMENT
.png)
જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
કચ્છ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. કચ્છના માંડવી, નલિયા, જખૌ, મુન્દ્રા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડફોલ થયું હતું. જેને લઈને જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.
49 હજાર 53 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
સુરક્ષાને ધ્યાને રાખીને નલિયા આસપાસના વિસ્તારોની પવન ચક્કીઓ પણ બંધ કરવામાં આવી.તો બીજી તરફ વાવાઝોડાને લઈને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી વિસ્તારોમાંથી કુલ 49 હજાર 53 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો આ તરફ વાવાઝોડાની આફત વચ્ચે નલિયામાં માનવતા મહેકી ઉઠી. નલિયા ખાતે સ્થળાંતર કરાયેલા આશરે 3 હજાર લોકો માટે વેપારી એસોસિએશન દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.