બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ''જલ્દી હોર્મુઝ નહીં ખોલ્યું તો...'', US-ઈરાન તણાવ વચ્ચે વિશ્વને દિગ્ગજની વોર્નિંગ

ચેતવણી / ''જલ્દી હોર્મુઝ નહીં ખોલ્યું તો...'', US-ઈરાન તણાવ વચ્ચે વિશ્વને દિગ્ગજની વોર્નિંગ

Published By: Jinal Chauhan

Last Updated: 02:15 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ઊર્જા સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ હોર્મુઝ જળમાર્ગને લઈને ગંભીર ચેતવણી આપી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે વૈશ્વિક તેલ બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે મહત્વનો ગણાતો હોર્મુઝ જળમાર્ગ લાંબા સમયથી દબાણ હેઠળ છે. આ સ્થિતિ યથાવત રહી તો તેલ અને ગેસના પુરવઠા પર મોટી અસર પડી શકે છે. IEAના કાર્યકારી નિર્દેશક ફાતિહ બિરોલે કહ્યું છે કે જો સ્થિતિ જલ્દી સામાન્ય નહીં બને તો વિશ્વ ઊર્જા સંકટનો સામનો કરી શકે છે.

IEA પ્રમુખે કેમ વ્યક્ત કરી ચિંતા?

ફાતિહ બિરોલના જણાવ્યા મુજબ હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો છે. વિશ્વમાં વપરાતા તેલનો મોટો હિસ્સો આ માર્ગથી પસાર થાય છે. જો આગામી થોડા અઠવાડિયામાં અહીં સ્થિતિ સુધરશે નહીં તો વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની ઉપલબ્ધતા પર ગંભીર અસર પડી શકે છે. તેમના કહેવા પ્રમાણે આ મુદ્દે વિશ્વે પહેલેથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

હોર્મુઝ જળમાર્ગનું મહત્વ શું છે?

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગોમાંનો એક છે. વિશ્વના કુલ ઊર્જા પુરવઠાનો મોટો ભાગ અહીંથી પસાર થાય છે. આ માર્ગમાં અવરોધ સર્જાય તો એશિયા સહિત અનેક દેશોમાં ઈંધણની અછત અને ભાવવધારો જોવા મળી શકે છે.

Hormuz-Strait-India-Crisis

તેલના ભાવને કઈ બાબતોએ નિયંત્રિત રાખ્યા?

છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થયો હોવા છતાં કેટલીક બાબતોએ સ્થિતિને વધુ ખરાબ બનતા અટકાવી છે. ચીન દ્વારા મોટા પ્રમાણમાં તેલનો જથ્થો એકઠો કરવો, ઇલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ અને IEA દ્વારા બજારમાં વધારાનો તેલ પુરવઠો ઉપલબ્ધ કરાવવો તેમાં સામેલ છે. આ પગલાંઓના કારણે ભાવમાં અતિશય ઉછાળો અટક્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''જ્યાં સુધી આગામી આદેશ ન થાય...'', હોર્મુઝને લઇ ભારતીયો માટે DGMAની એડવાઈઝરી જાહેર

ભારત સહિત વિકાસશીલ દેશો પર વધારે અસર

IEAના મતે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પર પણ અસર પડી રહી છે, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશો માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. કારણ કે આવા દેશો ઊર્જા આયાત પર વધુ નિર્ભર છે. તેલ અને ગેસના ભાવ વધતા પરિવહન ખર્ચથી લઈને રોજિંદા જીવન સુધીની અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

ફરી તેલ ભંડાર છોડવાની તૈયારી

માર્ચ મહિનામાં IEA દ્વારા સભ્ય દેશોના સંયુક્ત ભંડારમાંથી તેલ બજારમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ફાતિહ બિરોલે જણાવ્યું કે જરૂર પડશે તો ફરીથી તેલ ભંડાર બજારમાં છોડવામાં આવી શકે છે. હાલ પણ IEA પાસે મોટો જથ્થો ઉપલબ્ધ છે જે કટોકટીની સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે.

વૈશ્વિક અર્થતંત્ર માટે પડકાર

ઊર્જા પુરવઠામાં અવરોધ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે. ઉત્પાદન ખર્ચ વધશે, પરિવહન મોંઘું બનશે અને મોંઘવારીનો દબાણ વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે હોર્મુઝ અને બાબ અલ મન્દેબ જેવા મહત્વના જળમાર્ગોમાં સ્થિરતા જાળવવી વિશ્વ અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Energy Crisis IEA Warning Hormuz Strait

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ