ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ એરપોર્ટ પર હોંગકોંગની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાતાં મચી સનસની, શું કારણ?

Qatar Airways / અમદાવાદ એરપોર્ટ પર હોંગકોંગની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાતાં મચી સનસની, શું કારણ?

Published By: Nirav Kumar

Last Updated: 03:55 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. જેથી વધુ એક પ્લેન અકસ્માત થતા થતા બચી ગયો છે. ટેક્નિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જેના પગલે તરત જ ફાયર સ્ટેશનના 3 વાહનો સ્થળ પર મોકલી દેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

અમદાવાદ એરપોર્ટ પર આજે એક ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ખામીને કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તત્કાલ રીતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઇમરજન્સી લેન્ડિંગ 2:30 વાગે કરાયું હતું.

આ પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટનાને પગલે ચાંદખેડા ફાયર સ્ટેશનના 3 વાહનો પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવ્યા હતા. અત્યારે  ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ કરવામાં આવી છે. આ પ્લેન અમદાવાદ નહતું આવવાનું પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, અમદાવાદ ડાયવર્ટ કરાયું છે.

vtv app promotion

આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચુકી છે જેમાં ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોય. તાજેતરમાં જ ઇન્ડિગોની તુતીકોરિનથી ચેન્નાઈ જઈ રહેલી ફ્લાઈટમાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડતા ફ્લાઈટનું ચેન્નાઈમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. જેમાં 67 મુસાફર સવાર હતા.એના પહેલા ગત જુલાઈ માસમાં દિલ્લીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનો અકસ્માત થતા થતા રહી ગયો હતો, તેનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

વધુ વાંચો : સુશાંત સિંહ રાજપૂતના બનેવી બન્યાં નવા DGP, IPS આપઘાતમાં નામ આવતાં જુના DGPની હકાલપટ્ટી

ઉલ્લેખનીય છે કે, 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. જેમાં બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત પર પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 4 MBBS વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Emergency Landing Ahmedabad Airport Qatar Airways

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ