બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Honesty and transparency won, now my responsibility has increased: PM Modi after BJP's big victory
Vishal Khamar
Last Updated: 08:07 PM, 3 December 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ રાજસ્થાનમાં ભવ્ય જીત મેળવ્યા બાદ સમગ્ર દેશમાં ભાજપનાં કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. ત્યારે મોડી સાંજે દિલ્હી ભાપજ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જામ્યો હતો. ત્યારે ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે દેશે વિકાસને આગળ રાખીને આ ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે. વડાપ્રધાન સૌને સાથે લઈને આગળ વધી રહ્યા છે. પરંતું કોંગ્રેસનાં લોકોએ આ ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન પર નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરી હતી. છત્તીસગઢની જનતા, રાજસ્થાનની જનતાનો આભાર માન્યો હતો. મતદાતા જ પરમેશ્વર હોય છે. તે જ આશીર્વાદ આપે છે. આ સાથે સાથે મારી સામે બેઠેલા કાર્યકર્તાઓ, અમારા અધ્યક્ષનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી વિજય અપાવ્યો તેમનો આભાર માનું છું. અમને મોદીજીનાં નેતૃત્વમાં તમામ જાતિનાં લોકોનાં આશીર્વાદ મળ્યા છે. મારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકરોએ મહિનાઓ સુધી તેમનાં પરિવારથી દૂર રહી બુથે બુથે જઈ પ્રચાર કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનો વિજય અભૂત પૂર્વ છે. આજે સૌનો સાથ સૌનો વિકાસની ભાવના જીતી છે. આજે વિકસીત ભારતની જીત થઈ છે. આજે આત્મનિર્ભર ભારતનાં સંકલ્પની જીત થઈ છે. આજે ભારતનાં વિકાસ માટે, રાજ્યોનાં વિકાસનાં વિચારની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા, સુશાસનની જીત થઈ છે. હું આ મંચથી તમામ મતદાતાઓનો આભાર માનું છું. રાજસ્થાન, છત્તીસગઢનાં લોકોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો હતો.
વડાપ્રધાને બહેન, દિકરીઓનો આભાર માન્યો
વડાપ્રધાને દેશની બહેન, દિકરીઓનો આભાર માનતા કહ્યું કે ભાજપ દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા છે. તે પૂર્ણ કરવામાં આવશે. આ મોદીની ગેરંટી છે. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. તેમજ વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીનાં પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી છે કે દેશનો યુવાન માત્રને માત્ર વિકાસ માંગે છે. જ્યાં પણ સરકારોએ યુવાનો વિરૂદ્ધ કામ કર્યું છે. તે સરકારોને સત્તા ખોવાનો વારો આવ્યો છે. તે પછી રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગણા હોય. આ તમામ સરકારો પેપર લીંક અને ભરતી ગોટાળાનાં આરોપોથી ઘેરાયેલી હતી. આ ત્રણેય રાજ્યોમાં સત્તામાં રહેલ પાર્ટીઓને સત્તા ખોવી પડી છે. હું હેમંશા ભવિષ્યવાણીથી દૂર રહું છું. હું કોઈ વાયદો કે મોટી મોટી જાહેરાતો નથી કરતો. પરંતું આ વર્ષે ચૂંટણી પ્રચારમાં મેં આ મારો નિયમ પણ તોડ્યો હતો. ત્યારે રાજસ્થાનમાં મેં માવજી મહારાજને પ્રણામ કરતા તેમની જ ધરતી પર એ ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાછી નહી આવે. હું ભવિષ્યવાણી કરનાર નથી. પરંતું મને રાજસ્થાનની જનતા પર વિશ્વાસ હતો.
ભાજપે સેવા અને સુશાસનની રાજનીતીનું નવું મોડલ દેશ સામે રજૂ કર્યું છેઃ વડાપ્રધાન
આઝાદીનાં અમૃત કાળમાં વિકસીત ભારતનો જે સંકલ્પ લીધો છે. તેને જનતા જનાર્દનનાં સતત આશીર્વાદ મળી રહ્યો છે. આજે દુનિયા દેખી રહી છે કે ભારતનું લોકતંત્ર અને ભારતનો મતદાતા બંને કેટલા પરિવક્વ છે. કેટલા મેચ્યોર છે. આજે દુનિયા દેખી રહી છે કે ભારતની જનતા સ્થિર સરકાર માટે સમજી વિચારીને મત આપી રહી છે. ભાજપે સેવા અને સુશાસનની રાજનીતીનું નવું મોડલ દેશ સામે રજૂ કર્યું છે. અમારી નીતી અને નિર્ણયનાં મૂળમાં માત્રને માત્ર દેશ છે. દેશવાસી છે, ભારત માતા કી જય આજ અમારો મંત્ર છે.
વડાપ્રધાને કોંગ્રેસ સહિતની પાર્ટીઓને આડેહાથે લીધી
આજનાં આ પરિણાંએ લોકોને ચેતવણી આપે છે કે જે લોકો પ્રગતિ, જનકલ્યાણની વિરૂદ્ધ છે. જ્યારે અમે વિકાસ કરીએ છીએ ત્યારે કોંગ્રેસ અને તેનાં સાથીઓ વિરોધ કરે છે. અમે વંદેભાર ટ્રેન લોન્ચ કરીએ ત્યારે કોંગ્રેસનાં સાથીઓ મજાક ઉડાવે છે. જ્યારે અમે આયુષ્યમાન ભારત લોન્ચ કરીએ છીએ ત્યારે કોગ્રેસ તેમાં પથ્થર નાંખે છે. જ્યારે અમે ગરીબો માટે ઘર બનાવીએ છીએ ત્યારે કોંગ્રેસ તેમજ તેનાં સાથીઓ વિધ્ન ઉભું કરે છે. અમે ગરીબો માટે જ્યારે નલ સે જલ પહોંચાડીએ છીએ ત્યારે કોંગ્રેસ અને તેમનાં સાથીઓ તેમાં ભ્રષ્ટ્રાચારનો રસ્તો બનાવવા લાગી જાય છે. જ્યારે અમે ગામડાઓનાં વિકાસ માટે ફંડ મોકલીએ છીએ ત્યારે કોંગ્રેસ અને તેના સાથીદારો તેને ગરીબો સુધી ન પહોંચે તે માટે તેમાં વિધ્ન ઉભું કરે છે. આવી તમામ પાર્ટીઓને આજે ગરીબોએ ચેતાવણી આપી છે કે સુધરી જજો, નહી તો જનતા તમને શોધી શોધીને સાફ કરી દેશે. આજે એવી પાર્ટીઓ માટે શીખ છે કે કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓ અને તેમનાં માટે મોકલવામાં આવેલ ફંડ વચ્ચે આવવાની કોશિષ ન કરો. આ જનતાનો આદેશ છે અને જ વચ્ચે આવશે તેને જનતા હટાવી દેશે. મારી કોંગ્રેસ તેમજ તેના સાથીઓને નમ્રતા પૂર્વક સલાહ છે કે કૃપા કરીને એવી રાજનીત ન કરો જે દેશ વિરોધી લોકોને બળ આપે, જે લોકો દેશને તોડવા માંગે છે તેવા લોકોને મજબૂત કરે. જે દેશને નબળા કરવા વાળા વિચારોને ગતિ આપે.

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.