બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Honda Elevate Facelift ટૂંક સમયમાં ભારતમાં આવશે! 360° કેમેરા અને વેન્ટિલેટેડ સીટ્સ જેવા નવા ફીચર્સ મળશે

photo-story

8 ફોટો ગેલેરી

ઓટો / Honda Elevate Facelift ટૂંક સમયમાં ભારતમાં આવશે! 360° કેમેરા અને વેન્ટિલેટેડ સીટ્સ જેવા નવા ફીચર્સ મળશે

Last Updated: 01:02 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોન્ડા એલિવેટ ફેસલિફ્ટ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ભારતમાં આવી શકે છે, જેમાં ડિઝાઇન અને કેબિનમાં નાના-મોટા અપડેટ્સ સાથે જૂનું એન્જિન જાળવી રાખવામાં આવશે. તેનો મુકાબલો ક્રેટા, સેલ્ટોસ અને ગ્રાન્ડ વિટારા જેવી લોકપ્રિય એસયુવીઓ સાથે થશે.

1/8

photoStories-logo

1. SUV Elevate

જાપાનની કાર કંપની હોન્ડા પોતાની ફેમસ SUV Elevateના નવા facelift મોડલ પર કામ કરી રહી છે. આ નવી SUVને ભારત સહિત બીજા દેશોમાં પણ ટેસ્ટિંગ દરમિયાન અનેક વાર જોવા મળી છે. તાજેતરની માહિતી મુજબ, હોન્ડા એલિવેટ ફેસલિફ્ટ લગભગ તૈયાર છે અને આવનારા અમુક અઠવાડિયામાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ નવી એલિવેટ સપ્ટેમ્બરના અંતમાં કે ઑક્ટોબરની શરૂઆતમાં રજૂ થવાની શક્યતા છે. facelift મોડલમાં કંપની પૂરા ડિઝાઇનને બદલવાને બદલે અમુક જરૂરી ફેરફારો કરી શકે છે, જેથી કારનો દેખાવ નવો અને વધુ આકર્ષક લાગે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ડિઝાઇન

નવી હોન્ડા એલિવેટનું બૉક્સી ડિઝાઇન મોટે ભાગે વર્તમાન મોડલ જેવું જ રહેશે. જોકે આગળ અને પાછળના ભાગમાં થોડા ફેરફારો જોવા મળશે. કારની આગળ નવી ગ્રિલ અને નવું બમ્પર આપી શકાય છે. હેડલાઇટ્સના ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર થવાની શક્યતા છે. એલઈડી હેડલૅમ્પ અને ફૉગ લૅમ્પ જેવા ફીચર્સ જાળવી રાખવામાં આવશે. સાઇડમાં નવા ડિઝાઇનના એલોય વ્હીલ્સ મળી શકે છે, જ્યારે પાછળની ટેઇલલાઇટ્સને નવો આકાર આપવામાં આવી શકે છે. આ નાના-મોટા ફેરફારોથી એલિવેટ faceliftનો લુક અગાઉ કરતાં વધુ ફ્રેશ અને આકર્ષક લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કેબિન

કેબિનમાં પણ અમુક અપડેટ્સની અપેક્ષા છે. ડૅશબોર્ડનું મુખ્ય ડિઝાઇન પહેલાં જેવું જ રહી શકે છે પણ કંપની નવા રંગો અને અમુક નવા ફીચર્સ સાથે કેબિનને વધુ એડવાન્સ બનાવી શકે છે. નવી એલિવેટમાં વેન્ટિલેટેડ સીટ્સ, 360 ડિગ્રી કૅમેરા અને અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. આ ફીચર પણ મળશે

વર્તમાન મોડલમાં પહેલેથી જ 10.25 ઇંચનું ટચસ્ક્રીન, 8 સ્પીકરનું સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, 7 ઇંચનું સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી અને પુશ-બટન સ્ટાર્ટ જેવી સુવિધાઓ મળે છે. ફેસલિફ્ટમાં આ ફીચર્સ સાથે વધુ કેટલીક ફીચર ઉમેરાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. એન્જિન

એન્જિનમાં કંપની મોટો ફેરફાર કરવાના મૂડમાં નથી. તેમાં હાલનું જ 1.5 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 121 બીએચપી પાવર અને 145 એનએમ ટોર્ક આપે છે. ગિયરબોક્સમાં 6 સ્પીડ મૅન્યુઅલ અને સીવીટી ઑટોમૅટિકના વિકલ્પો જાળવી રાખવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સેફટી ફીચર

સુરક્ષાના મામલે પણ એસયુવી મજબૂત રહેશે. તેમાં 6 એરબૅગ, એબીએસ, ઈબીડી અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ મળશે. ઉપરાંત હોન્ડા સેન્સિંગ હેઠળ કૅમેરા બેસ્ડ અનેક સેફટીફીચર્સ પણ આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વર્ઝન

હોન્ડા એલિવેટને ભારતમાં 2023માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં કોઈ મોટો અપડેટ આવ્યો નથી. કંપની અગાઉ તેનું ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વર્ઝન લાવવાની યોજના પર વિચાર કરી રહી હતી, પણ હાલમાં તે યોજનાઓને આગળ માટે મુલતવી રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કિંમત

નવી એલિવેટ ફેસલિફ્ટનું મુકાબલો મારુતિ ગ્રાન્ડ વિટારા, હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, સ્કોડા કુશાક અને વોક્સવેગન ટાઇગન જેવી એસયુવીઓ સાથે થશે. જો તેની કિંમતની વાત કરીએ તો શક્યતા છે કે હોન્ડા નવી એલિવેટ ફેસલિફ્ટને વર્તમાન મોડલની આસપાસની કિંમતે જ લોન્ચ કરી શકે છે. જોકે તેની ચોક્કસ કિંમત અને સંપૂર્ણ ફીચર્સની માહિતી લોન્ચ સમયે જ સામે આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

new Elevate facelift model Honda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ