બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / honda e cluth technology would be revolution for motorcycle industry

ગજબ! / આરામથી બાઇક ચલાવો, ક્લચ દબાવ્યા વગર જ ગિયર બદલાશે: હોન્ડાની નવી બાઇકમાં આવશે E-Clutch, જાણો કઈ રીતે કરશે કામ

Arohi

Last Updated: 10:03 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honda E-Cluth Technology: હોન્ડા  E-Cluth ટેક્નોલોજી બાઈક રાઈડિંગની સંપૂર્ણ રીત બદલી નાખશે. આ ટેક્નીકમાં રાઈડર ક્લચ દબાવ્યા વગર ગિયર બદલી શકશે.

  • હોન્ડા લઈને આવ્યું નવી ટેક્નોલોજી
  • બાઇકમાં આવશે E-Clutch
  • જાણો કઈ રીતે કરશે કામ

જાપાની ટૂ-વ્હીવર કંપની હોંડા એક ખૂબ જ ખાસ E-Clutch ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. જેમાં ઓટોમેટેડ ક્લચ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોટરસાયકલને ક્લચ-લેસ ગિયર શિફ્ટિંગની સુવિધા આપશે. એટલે કે બાઈક રાઈડિંગની રીત જ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. 

આ ટેક્નીક અમુક હદ સુધી iMT ગિયરબોક્સના જેવી છે જે આપણને હુંડાઈ અને કિઆની અમુક કારોમાં જોવા મળે છે. આ iMT સિસ્ટમમાં ક્લચ નથી હોતા પરંતુ તેમ છતાં તેમાં એક મેન્યુઅલ ગેરબોક્સ મળે છે અને આ ક્લચને એક્ટિવ કે ઈનએક્ટિવ કરવા માટે ગેર લીવર પર સ્થિત એક ઈન્ટેલિજન્ટ ઈન્ટેંશન સેંસરનો ઉપયોગ કરે છે. જોકે હોંડા પોતાની આ ટેક્નોલોજીમાં ક્લચને શામેલ કરશે પરંતુ તે બસ શૉનો જ આપ્યો હશે. 

દુનિયાની પહેલી ઓટોમેટિક ક્લચ કંટ્રોલ સિસ્ટમ 
હોન્ડાનો દાવો છે કે આ મલ્ટી-ગેર મોટરસાયકલ ટ્રાન્સમિશન માટે દુનિયાની પહેલી ઓટોમેટિક ક્લચ કંટ્રોલ સિસ્ટમ છે. જેનો ઉપયોગ મલ્ટી ગેર મોટરસાયકલ ટ્રાન્સમિશનમાં કરવામાં આવશે. 

આ ટેક્નોલોજીને ડેવલોપ કરવાનો હેતુ એ છે કે ક્લચના ઉપયોગ માટે મોટરસાયકલ રાઈડિંગને સરળ બનાલી શકાય. આ ટેક્નોલોજી ડેલી યુઝની રીતે ઉપયોગ કરનાર મોટરસાયકલની દુનિયા માટે કોઈ વરદાનથી કમ નહીં હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ