ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / homemade pack for lighten dark elbows

બ્યૂટી ટિપ્સ / કોણીની કાળાશથી 1 મહિનાની અંદર છુટકારો અપાવશે આ હોમમેડ પેક

Published By: Krupa

Last Updated: 01:03 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની છોકરીઓ પોતાના ચહેરા પર વધુ પડતુ ધ્યાન આપવાને કારણે તેઓ પોતાના ઢીંચણ અને કાળી પડી ગયેલી કોણી પર ઘ્યાન આપી શકતી નથી, જેથી કરીને કોણી અને ઢીંચણ કાળા પડી જાય છે. તમે પણ આ સમસ્યાથી હવે કંટાળી ગયા છો અને ઘરગથ્થુ ઉપાયોથી ઘૂંટણ અને કોણીની કાળાશને દૂર કરવા ઇચ્છો છો તો નજર કરી લો એકવાર આ ટિપ્સ પર.

ADVERTISEMENT

ઑફિસ અથવા કોઇ ફંક્શન પર જ્યારે સ્લીનલેસ આઉટફીટમાં તમે ખૂબ સુંદર લાગો છો પરંતુ કોણીની કાળાશ તમારી સુંદરતાને ખતમ કરી દે છે. આટલું જ નહીં કોણીની કાળાશને દૂર કરવા અને એને સાફ કરવા માટે દરરોજ છોકરીઓ અલગ અલગ પ્રકારના ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ કોણીનો રંગ ચોખ્ખો થતો નથી. કોણીની કાળાશ હોવાને કારણે વધારે એક્સપોઝ થવા અને ડીહાઇડ્રેશન થવું પણ થઇ શકે છે. આજે અમે તમને ઘરે જ એક એવો પેક બનાવતા શીખવાડીશું જેની મદદથી 1 મહિનાની અંદર જ તમારી કોણીની કાળાશ દૂર થઇ શકે છે. 

હોમમેડ પેક માટે તમારે જોઇશે
1 મોટી ચમચી મધ
1 નાની ચમચી નારિયેળ તેલ 
1 નાની ચમચી લીંબૂનો રસ
1 નાની ચમચી બેકિંગ સોડા

પેક બનાવવાની રીત
બાઉલમાં મધ, નારિયેલ તેલ અને લીંબૂનો રસ બરોબસ મિક્સ કરી દો. ત્યારબાદ એમાં બેંકિંગ સોડા મિક્સ કરો. પ્રયત્ન કરોકે એમાં કોઇ પણ પ્રકારનું લમ્પ્સ ના રહે. હવે આ મિશ્રણને તમારી કોણી પર લગાવીને થોડાક સમય માટે રાખી મૂકો, હવે ધીરે ધીરે એને સ્ક્રબ કરીને પાણીની સાથે એને સાફ કરી દો. 

આ ઉપરાંત 2 ટેબલસ્પૂન એલોવેરામાં ½ કપ દહીં મિક્સ કરીને તેને ઘૂંટણ અને કોણી પર લગાવો. તેને 15-30 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી પાણીથી ધોઇ લો. એલોવેરા અને દહીં સ્કિન પર મોઇસ્ચરાઈઝ કરીને કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. દહીં માત્ર તમારા ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો પરંતુ તમારા આરોગ્યને પણ બહુ બધા ફાયદાઓ પહોંચાડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips elbows lifestyle કોણી બ્યૂટી ટિપ્સ beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ