ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / home lips scrubs for blackk lips

ઉપાય / ફાટેલા અને કાળા હોઠથી છુટકારો અપાવશે આ હોમમેડ સ્ક્રબ, આજથી જ કરો ટ્રાય

Published By: Krupa

Last Updated: 11:40 AM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઝનમાં આવી રહેલા પરિવર્તન દરમિયાન જો હોઠની દેખભાળ કરવામાં ના આવે તો એ ફાટવા લાગે છે અને કાળા પડવા લાગે છે. હોઠને સ્ક્રબ કરવા માટે બજારમાં ઘણા પ્રકારના સ્ક્રબ ઉપલબ્ધ છે પરંતુ ઘરમાં જ લિપ્સ સ્ક્રબ બનાવી શકો છો. જેમાં તમારા હોઠ નરમ, મુલાયમ અને સુંદર દેખાશે.

ADVERTISEMENT

  • હોઠ કાળા પડે અથવા ફાટી જાય તો આ ઘરગથ્થૂ ઉપચાર કરો
  • નારિયેળ અને મધની મદદથી તમારા હોઠને તમે મુલાયામ કરી શકાશે

બદલાતી સિઝનની અસર માત્ર સ્વાસ્થ્ય અને રહેણીકરણી પર તો પડે જ છે પરંતુ સાથે સાથે હોઠ પર પણ સ્પષ્ટ જોવા મળે છે. એવામાં અમે તમને જણાવીએ છીએ કે બદલાતી સિઝનમાં તમે તમારા હોઠની કેવી રીતે સારસંભાળ રાખશો. 

નારિયેળ અને મધ 
એક ચમચી નારિયેળ તેલમાં મધ, 2 ચમચી બ્રાઉન શુગર, અડધી ચમચી નવશેકું પાણી મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. એનાથી 2 થી 3 મીનિટ સુધી સર્કુલર મોશનમાં હોઠ પર લગાવીને નવશેકા પાણીથી ધોઇ નાંખો. નારિયેળ તેલમાં એન્ટી ઑક્સીડેન્ટ, ફેટી એસિડ મળી આવે છે જે સ્કીનને પૂરું પોષણ આપે છે. બ્રાઉન શુગર નેચરલ એક્સફોલિએટરનું કામ કરે છે. જેનાથી સ્કીનની મૃત કોશિકાઓ અને ડ્રાય સ્કીન પૂરી રીતે નિકળી જાય છે. મધથી હોઠ ખૂબ જ સૉફ્ટ થાય છે. 

મિન્ટ સ્ક્રબ
2 ચમચી જૈતૂન અથવા નારિયેળના તેલમાં 2 ચમચી ખાંડ, 8 થી 10 ટપાં ફુદીના તેલ અથવા અંગૂરના બીજના તેલને મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરી લો, ફુદીનાનું તેલ હોઠનો લોહી સંચાર વધારીને એને આકર્ષિત બનાવવામાં મદદ કરે છે. તો બીજી બાજુ અંગૂરનું તેલ હળવું હોવાની સાથે એમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે હોઠને મૉઇશ્ચરાઇઝર કરે છે. 

બ્રાઉન શુગર અને મધ
1 ચમચી મધ અને બ્રાઉન શુગરમાં 5 થી 6 ટીપાં લેવેન્ડર તેલ મિક્સ કરીને લિપ્સ પર સ્ક્રબ કરો. એનાથી તમારા હોઠની રંગતમાં નિખાર આવવાની સાથે એ ફાટવાથી પણ બચશે. જો હોઠ સનબર્ન થઇ ચુક્યા છે તો એ પણ યોગ્ય થઇ જશે. 

ચોકલેટ સ્ક્રબ
1 ચમચી કોકો પાઉડર, વેનીલા એક્સ્ટ્રેક્ટ, 2 ચમચી બ્રાઉન શુગર, જૈતૂનનું તેલ, 3/4 ચમચી મધ મિક્સ કરીને હળવા હાથથી હોઠ પર સ્ક્રબ કરો. એનાથી હોઠ મુલાયમ હોવાની સાથે ટેનિંગ ફ્રી પણ થશે. 

તજ
અડધી ચમચી તજનો પાઉડર, મધ, જૈતૂનનું તેલ મિક્સ કરીને હળવા હાથથી હોઠ પર રગડો. એનાથી લિપ્સની સારી ખરાબ સ્કિન સેલ નિકળી જશે. એની સાથે જ હોઠ જાડા થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips lifestyle lips scrubs બ્યૂટી ટિપ્સ હોઠ beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ