બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / History of Aranej Temple in Dholka Taluka of Ahmedabad

માંનો પરચો / ગુજરાતનું એવું મંદિર જ્યાં અંગ્રેજો પણ માતાજીને ઝૂકતા, હાલ રેલવે ત્યાંથી નિકળે એટલે કરે છે સલામ, જાણો કારણ

Vishnu

Last Updated: 10:48 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંગ્રેજોએ રેલ નાખી તો ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા,સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે

  • અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ
  • ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા.. જાણો લોકવાયકા
  • આજે પણ સરકાર કરે છે નૈવધ!, રેલવે પણ નમન સાથે વધે છે આગળ

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલી નવરાત્રી હાલ ચાલી રહી છે. ગુજરાતીઓ ગરબે ઘૂમી માની આરાધના કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક એવું માનું મંદિર આવેલું છે જેની સામે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું. એટલું જ નહીં આજે પણ રેલવે આ મંદિરે સલામ ભરે છે. ટ્રેન જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હોન મારીને જ આગળ વધે છે. ત્યારે કયું છે આદ્યશક્તિનું આ પાવન ધામ? અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ. અને આજ પાવન ગામમાં બેસણાં છે મા બુટભવાનીના. કહેવાય છે કે માતા બુટભવાનીનું અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું. જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. 

માં બુટભવાનીએ અંગ્રેજોને આપ્યો પરચો
એવું કહેવાય છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ અરણેજ ગામમાંથી પણ ટ્રેન ચાલુ કરી હતી. પરંતુ ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા. ઈજનરો જેટલીવાર તેને રિપેર કરે તેટલી વાર વેરવિખેર થઈ જતાં હતા. અંગ્રેજો કંઈ સમજી શક્તા ન હતા. આખરે કોઈએ તેમને કહ્યું કે મા બુટભવાની બિરાજે છે તો તેમનું નૈવધ કરવું પડે. .અને જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે સવા રૂપિયો, નાળિયેર અને ચુંદડી અર્પણ કરી. .તેની સાથે જ ટ્રેન દોડવા લાગી. સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે. તો આજે જ્યારે અરણેજના સીમાડામાંથી ટ્રેન પસાર થાય ત્યારે તે હોન વગાડીને જ આગળ જાય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. 

ચૈત્રસુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માય ભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતુટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં મા બુટભવાનીના દર્શન માટે આજે ભક્તો અહીં આવે છે. અને નવલી નવરાત્રી ચાલી રહી છે. મા નવદુર્ગાની ઉપાસના કરવામાં આવી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Aranej Temple Butbhavani Mataji Dholka English Railway Horn ahmedabad અંગ્રેજો દર્શન અમદાવાદ અરણેજ મંદિર અરણેજનો ઈતિહાસ ધોળકા બુટભવાની માં રેલવે હોર્ન ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ