બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ કેમ? ઈતિહાસ પતંગ કરતાં પણ પ્રાચીન

Uttarayan 2025 / ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ કેમ? ઈતિહાસ પતંગ કરતાં પણ પ્રાચીન

Last Updated: 12:04 AM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતરાયણના આ પર્વમાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયાંની મજા માણવાનું પણ અનેરું મહત્વ છે. પરંતુ શું તમને ખબર છે કે ઊંધિયાનો ઈતિહાસ પતંગ કરતાં પણ જૂનો છે. જો નથી તો ચાલો ઊંધિયાનો ઇતિહાસ અને રેસીપી જાણીએ.

આજે ઉત્તરાયણ છે. ઉતરાયણના આ પર્વમાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયાંની મજા માણવાનું પણ અનેરું મહત્વ છે. અમદાવાદીઓ પાંચ લાખ કિલો કરતાં પણ વધુ ઊંધિયું ઉત્તરાયણના પર્વમાં ખાઈ જાય છે. ઉત્તરાયણના દિવસે જ અમદાવાદમાં ત્રણ હજારથી પણ વધુ ઊંધીયાના કામ ચલાઉ સ્ટોલ જોવા મળે છે, જે એક જ દિવસમાં પાંચ લાખ કિલો કરતાં પણ વધુ ઊંધીયું પૂરું પાડે છે. પરંતુ શું તમને ખબર છે કે ઊંધિયાનો ઈતિહાસ પતંગ કરતાં પણ જૂનો છે. જો નથી તો ચાલો ઊંધિયાનો ઇતિહાસ અને રેસીપી જાણીએ.  

ઊંધિયા છે પતંગ કરતાં પણ પ્રાચીન

મૌર્ય કાળના સમયે પણ ઋતુ પ્રમાણેના શાકભાજીને એકત્રિત કરીને તેને માટલામાં ભરીને જમીનના તાપમાનથી પકવીને ખાવામાં આવતા. 2000 વર્ષ જૂની આ ટ્રેડીશન આજે પણ ઊંધિયા અને ઊંબાડિયામાં જોવા મળી રહી છે. જોકે, આજના ઝડપી જીવનમાં લોકો પાસે એટલો સમય ન હોવાથી ઊંધિયાને ગેસ અને પ્રેશર કુકરની મદદથી બનાવવામાં આવી રહ્યું છે.

Undhiyu-Ahmedabad.jpg

આજે પણ ઊંધિયું બનવવામાં 2000 વર્ષ જૂની ટ્રેડીશનલ જોવા મળે છે

મૌર્ય કાળ અને ગુપ્ત કાળથી ભારતમાં મકરસંક્રાંતિનો ઉત્સવ એક ઋતુકાલિન અર્થમાં થતો અને એ સમયે પણ ઋતુમાં પાકતા બધા જ શાકભાજીને માટલામાં બાફીને તેમાં મસાલા સાથે ખવાતા. જો કે પંદરમીથી સત્તરમી સદી દરમ્યાન જે વ્યાપારને લીધે ગુજરાતમાં વિવિધ પ્રજા આવી તેમણે આ પ્રથામાં વિવિધ પ્રકારે ઉમેરો કર્યો જે આજે પણ ઊંધીયાના સ્વરુપમાં આપણે જોઈ શકીએ છીએ.

કેવી રીતે નામ પડ્યું ઊંધિયું

15મી સદી પછી સુરતને બંદર કાંઠો મળવાને કારણે એક મહત્ત્વના ટ્રેડ સેન્ટર તરીકે દરજ્જો મળવાથી ત્યાં આવતા મરી મસાલાની વિવિધતા વિશેષ હોવાથી સુરતી ઊંધિયું અસ્તિત્વમાં આવ્યું હશે તેવું ઈતિહાસકારોનું માનવું છે. માટલામાં તેલ સહિત તમામ પ્રકારના શાકભાજી અને મરી મસાલા નાખીને તેને બંધ કરીને ઊંધું કરીને છાણા દ્વારા પકવવામાં આવતું હોવાથી આ શાકનું નામ 'ઊંધિયું' પડ્યું છે.

આજનું ઊંબાડિયું પ્રાચીન ઊંધિયાનું વર્ઝન

નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે, આજનું ઊંબાડિયું એ પ્રાચીન ઊંધિયાનું વર્ઝન હોવું જોઈએ. પરંતુ સમય જતાં ઊંબાડિયું અને ઊંધિયું આજે અલગ અલગ રીતે બનાવાય છે. દક્ષિણ ગુજરાતમાં કલાર નામની વનસ્પતિ વધુ પ્રમાણમાં થતી હોવાથી ઊંબાડિયામાં કલારની સુગંધ સાથે તેને પીરસવામાં આવતા આજે ઊંબાડિયું એક અલગ વાનગી તરીકે અસ્તિત્વમાં આવ્યું છે.

તો હવે આપણે ઊંધિયાનો ઇતિહાસ તો જાણી લીધો પરંતુ તેની રેસીપી હજુ બાકી છે તો ચાલો જાણીએ કે ઉત્તરાયણના પર્વ પર તમે તમારા પ્રિયજનોને કેવી રીતે સ્વાદિષ્ટ ઊંધિયું બનાવીને ખવડાવી શકો છો.

ઊંધિયાની રેસીપી :

આ રેસીપી 4 લોકો માટે છે જો તમે વધારે લોકો માટે બનાવવા ઈચ્છો છો તો તે મુજબ સામગ્રીમાં વધારો કરી શકો છો. ઊંધિયા માટે સૌથી પહેલા બનાવવા પડશે મૂઠિયાં જે અમુક વિસ્તારમાં 'મુઠડી' તરીકે પણ ઓળખાય છે.

PROMOTIONAL 12

ઊંધિયું બનાવવા માટેની સામગ્રી:

તળેલા મૂઠિયાં

7 મધ્યમ કદના બટાકા

7 નાના રીંગણ

પાકેલા કેળા

½ કપ કઠોળ અથવા વાલ

½ કપ તુવેર દાણા અથવા લીલા વટાણા

½ કપ લીલા ચણા

1 કપ તાજુ છીણેલું નારિયેળ

½ કપ તાજું લીલું લસણ

1 ચમચી અજમો

¼ ચમચી હિંગ

¼ ચમચી ખાવાનો સોડા

1 ચમચી આદુ મરચાંની પેસ્ટ

¼ ચમચી હળદર પાવડર

1 ચમચી મીઠું

2 ચમચી ખાંડ

2 ચમચી મરચું પાવડર

4 ચમચી ધાણા જીરું પાવડર

2 કપ કોથમીર

½ કપ તેલ

વધુ વાંચો: Makar Sankranti Wishes: ઉત્તરાયણ નિમિત્તે આ 12 સંદેશથી મિત્રો અને પરિવારજનોને પાઠવો

ઊંધિયું બનાવવાની રીત:

એક મોટા બાઉલમાં કોથમીર, છીણેલું નારિયેળ, લીલું લસણ, મીઠું, ખાંડ, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, ખાવાનો સોડા અને તેલ ઉમેરો.

બધું ખૂબ સારી રીતે મિક્સ કરો અને બાજુ પર મૂકી દો. આ ઊંધિયુ માટેનો મસાલો તૈયાર છે.

હવે, એક મોટા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ, તુવેર દાણા, વાલ દાણા, લીલા ચણા, અજમો અને ખાવાનો સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

હવે આપણે પહેલા તૈયાર કરેલો મસાલો ઉમેરો અને ફરીથી મિક્સ કરો.

હવે તેમાં ½ કપ પાણી ઉમેરો અને તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી રાંધો.

૫ મિનિટ પછી, બટાકા અને રીંગણને મસાલાથી ભરો અને તેને પેનમાં ઉમેરો.

હવે પેનમાં ફરીથી થોડું મસાલો ઉમેરો, તેમાં થોડું પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

હવે તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ચડવા દો તેને ઢાંકી દો જેથી શાક બધા સરખી રીતે બફાઈને મિક્સ થઈ જાય.

૫ મિનિટ પછી, બટાકા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લો.

હવે આપણે પહેલા બનાવેલા મૂઠિયાં પેનમાં ઉમેરો અને તેને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી ગેસ પર પાકવા દો. તૈયાર છે અસલી અને સ્વાદિષ્ટ ગુજરાતી ઊંધિયું તેને ગરમા ગરમ ઉપરથી કોથમીર અને સેવ નાખીને સર્વ કરો. ( સેવ અને કોથમીરથી ગાર્નિશ કરવું ઓપ્શનલ છે)History and recipe of Undhiya

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

History of undhiyu recipe of undhiyu Uttarayan 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ