બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે મૌલાનાના ભાઈની પૂછપરછ શરૂ કરી

સુરત / હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે મૌલાનાના ભાઈની પૂછપરછ શરૂ કરી

Last Updated: 04:38 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્ર મામલે મૌલાનાના ભાઈની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કેસ મામલે તપાસ એજન્સીને એક ટીમ નેપાળમાં પણ તપાસ કરી રહી છે.

સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલાનાનાં ભાઈની પૂછપરછ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે મૌલાનાનાં ભાઈ સોહેલ અબુબકકરનાં ભાઈની પૂછપરછ હાથ ધરી હતી. સમગ્ર કેસમાં તપાસ એજન્સીની એક ટીમ નેપાળમાં તપાસ કરી રહી છે. મૌલાનાએ કરેલા ઈન્ટરનેશનલ કોલની વિગતોની તપાસ કરાઈ રહી છે. તેમજ મૌલાનાએ દુબઈ, નેપાળ, પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં ફોન કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેમજ મૌલાનાએ લીધેલી સોપારીનાં પૈસા કોને મળ્યા તે બાબતે પણ તપાસ ચાલુ છે. પાકિસ્તાનથી ભારતમાં હથિયાર મંગાવવા મુદ્દે પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરી છે.

મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે અપાતું હતુ

આ મોલાનાનું નામ મહમદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર ભરી માતા ફૂલવાડી ખાતેથી આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી ઈસમની ધરપકડ કરી છે. જ્યારે મોલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, તે લસકાણ અને ડાયમંડ નગરમાં ધાગા કટીંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે. આ ઉપરાંત મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે આપે છે.

04

મૌલાનાની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેરના જ નામના ઈસમ સાથે થયો હતો. આ બંને ઈસમો મોલાનાનો સંપર્ક whatsapp તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા અને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેવા નેતાઓને સીધા કરવાની જરૂર છે. તેવી ઉશ્કેરણી જનક વાતો કરીને મૌલવીને હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી આપવાનું કહેતા હતા.

વોટ્સએપ બિઝનેસ એક્ટિવ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો

એટલા માટે જ મૌલવી દ્વારા ઇન્ટરનેશનલ સીમકાર્ડ ગેરકાયદેસર રીતે મેળવીને મોબાઇલમાં whatsapp બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો. સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મૌલવી દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુનેતા રાજાસિંગ તેમજ ન્યુઝ ચેનલના એડિટર ઇન ચીફ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આઈસમો રચતા હતા.

01

સુરત પોલીસને મૌલાનાના મોબાઈલમાંથી ચેટ મળી આવી

તો મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો શોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.

હિન્દુ દેવી દેવતાઓનાં ચિત્રો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો..

સુરતમાં આ મૌલાના કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી પાડ્યો હતો. આરોપી મહમદ સોહેલ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે પોતાના ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં છેડછેડ કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલ પોસ્ટ કે વિડિયો પર અભદ્ર કરતો હતો. ઉપરાંત છ ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. આ ઉપરાંત તેને વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો પણ મંગાવ્યા હતા. જેમાં પાકિસ્તાન, વિએતનામ, ઇન્ડોનેશિયા, કજાકિસ્તાન અને લાઓસ સહિતના દેશના લોકોના સંપર્કમાં આ મૌલાના હતો.

વધુ વાંચોઃ '...ત્યારે કાર્યકર્તાઓની આંતરડી બળે તે સ્વાભાવિક', પોતાની જ પાર્ટીના ઉમેદવાર સામે BJP MP નારણ કાછડીયાનો વિરોધ

લુડો જેવી ગેમમાં ચેટિંગનો ઓપ્શન આવતો હતો

તો પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોબાઇલમાં પોલીસ દ્વારા અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થતો હતો તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મૌલાના અન્ય દેશોના લોકો સાથે ફોરવર્ડ ભાષામાં વાત કરતો હતો અને સુરતના ઉપદેશનું નામ તેમને ઢક્કન રાખ્યું હતું અને આ ઢક્કન નામથી જ તેઓ વાતચીત કરતા હતા. જેથી કોઈને શંકા ન જાય આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પકડાય ન જાય એટલા માટે લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગનો ઓપ્શન આવતો હોય તે ગેમમાં રમવાના બહાને આ તમામ ઈસમો ભેગા થતા હતા અને ત્યારબાદ કઈ રીતે ઘટનાને અંજામ આપવો તેની વાતચીત કરતા હતા. હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોલાનાની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ માટે અલગ અલગ એજન્સીઓની મદદ પણ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે. પોલીસની તપાસ દરમિયાન કોઈ આતંકવાદી સંગઠનનું નામ આવે તો પણ નવાઈ નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ