બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / himmatnagar Police have registered a case against the mob of 600 people

એક્શન / રામનવમીની શોભાયાત્રામાં હિંસા મામલે કાર્યવાહી, 39 શખ્સો સામે ગુનો દાખલ, MLAએ ગૃહરાજ્યમંત્રી સાથે કરી બેઠક

Khyati

Last Updated: 02:23 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરમાં થયેલી હિંસા મામલે MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા કરી.

  • હિંમતનગરમાં રામનવમીના દિવસે પથ્થરમારાનો મામલો
  • 39 શખ્સો સહિત 600 લોકોના સામે ગુનો દાખલ
  • આરોપીઓ સામે કડક કાર્યવાહી થશેઃ રાજેન્દ્રસિંહ ચાવડા

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા મામલે 39 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે 600 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે ટોળુ એટલું હિંસક બન્યું હતું કે પોલીસની ટીમ પર પણ પથ્થરમારો કરાયો હતો જેમાં SP સહિત 10 કરતા વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આરોપીઓની ઓળખ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજેન્દ્રસિંહ ચાવડાએ હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત 

તો આ મામલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ઘટનાને દુઃખદ ગણાવી હતી.તેમણે જણાવ્યુ કે જે લોકોએ લોકોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો તેના પર કાર્યવાહી થવી જોઇએ. આ મામલે તેઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાતે પહોંચ્યા હતા.હિંમતનગરમાં થયેલા તોફાન બાબતે તથા કાયદો અને વ્યવસ્થા બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ રાજેન્દ્રસિંહ ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે  કસ્બા વિસ્તારમાં કાકારીચારો થયો.કેટલાક લોકોએ અશાંતિ ફેલાવાનું કાર્ય કર્યુ.  મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રને સૂચના આપી છે. પ્રજાને અપીલ છે કે શાંતિ અને સંયમ રાખે. 

 

આરોપીઓ સામે કડક કાર્યવાહી થશેઃ રાજેન્દ્રસિંહ ચાવડા

રાજેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે  શાંત-સલામત સમૃદ્ધ ગુજરાતમાં અશાંતિ ફેલાવાનો પ્રયત્ન થયો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે .વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ શરૂઆત કરી. કેટલીક જગ્યાએ તીર-કામઠા ઉપયોગ થયો.  યાત્રામાં જોડાયેલા કેટલાક રામ ભક્તોને ઇજા થઇ છે. કેટલાક લોકો શાંત પાણીમાં વમળ પેદા કરવાનું કામ કરે છે.

 

સરકારે કડક પગલા લેવાની જરૂર- સ્વામી ગૌરાંગશરણ

તો આ મામલે  ઓલ ગુજરાત ગુરૂવંદના મંચના અધ્યક્ષ સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્જએ નિવેદન આપતા જણાવ્યુ કે શાંતિપૂર્વક યાત્રા પસાર થઈ રહી હતી અને અચાનક જ લોકો પર પથ્થમારો થયો.  પથ્થરમારાના કારણે લોકો ઈજાગ્રસ્ત થયા.  સુનિયોજિત કાવતરુ હોવાની આશંકા છે આ મામલે  સરકારે કડક પગલા લેવાની જરૂર છે. 

 

શાંતિપૂર્વક રેલી યોજાઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો: પ્રત્યક્ષદર્શી

 તો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી હતી. સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોએ  વીટીવી સમક્ષ આપવીતી વર્ણવી હતી. તેઓએ જણાવ્યું કે શાંતિપૂર્વક રેલી યોજાઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો, આ પૂર્વઆયોજિત કાવતરું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ