બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: ગુજરાતીઓ તમારા ફેવરિટ સ્થળે જતાં પહેલા જોઈ લેજો આ વીડિયો, લોકોની નીકળી ગઈ ચીસો

ખૌફનાક / VIDEO: ગુજરાતીઓ તમારા ફેવરિટ સ્થળે જતાં પહેલા જોઈ લેજો આ વીડિયો, લોકોની નીકળી ગઈ ચીસો

Last Updated: 04:24 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh Landslide: કુલ્લુ જિલ્લાના સૈંજ લારજી માર્ગ પર પાગલ નાળા પાસે ભારે ભૂસ્ખલન થયું છે. જેના લીધે 15 પંચાયતોના 80 ગામનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદ પકડવાને કારણે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. પ્રશાસન દ્વારા રસ્તાનુ સમારકામ કરવાની કામગીરી ચાલી રહી છે.

Himachal Pradesh Landslide: હિનાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકનું જનજીવ ખોરવાયું છે. સૈંજ લારજી માર્ગ પર પાગલ નાળા પાસે ભારે ભૂસ્ખલન થયું છે. પહાડોનો કાટમાળ રોડ પર આવી જતા લોકોએ બુમાબુમ કરી મુકી હતી અને લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.

પહાડો પરથી ભૂસ્ખલન થવાને કારણે 15 પંચાયતોના 80 ગામો સંપર્ક વિહોણા થયા હતા. લારજી સૈંજ માર્ગ પર પાલગ નાળામાં લગાતાર ભૂસ્ખલન થઈ રહ્યું છે.

માર્ગ પર ભારે કાટમાળ હોવાને કારણે વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોએ પ્રશાસનને માંગ કરી છે કે જલ્દીથી રસ્તાને સરખો કરવામાં આવે.

સૈંજ-લારજી રોડ પર પાગલનાળા પાસે ભૂસ્ખલનને કારણે 15 પંચાયતોનો સંપર્ક તુટી ગયો છે. આ માર્ગ પર ટ્રાફિક પ્રભાવિત થયો છે અને જાહેર બાંધકામ વિભાગનું તંત્ર કાટમાળ દૂર કરવામાં વ્યસ્ત છે. ભૂસ્ખલનને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, પરંતુ વિભાગના પ્રયાસોથી ટૂંક સમયમાં રસ્તો સરખો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Parul University

આઠ વર્ષમાં 148 વાદળ ફાટ્યા અને 5000 ભૂસ્ખલનની ઘટના

આવી ઘટનાએ હિમાચલ પ્રદેશમાં બનતી રહે છે. જ્યાં કુલ્લુ, લાહુલ સ્પીતિ, કિન્નૌર અને મંડી જેવા જિલ્લા કુદરતી આફતો માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. રાજ્યમાં આઠ વર્ષમાં વાદળ ફાટવાની 148 ઘટનાઓ અને ભૂસ્ખલનની પાંચ હજારથી વધુ ઘટનાઓ નોંધાઈ છે.

આ પણ વાંચો : તહેવારોની રજામાં તસ્કરોનો તરખાટ, કટરથી તિજોરી કાપીને 20 કરોડથી વધુના હીરાની ચોરી

ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી અને કાટમાળ ઘુસી ગયો

કુલ્લુમાં ભારે વરસાદને કારણે નદી અને નાળા છલકાયા છે. મોહલ ખાડમાં પૂરને કારણે ભૂસ્ખલનને કારણે જમીન અને પાકને નુકસાન થયું છે. પહાનાલા પ્રવાહમાં પાણીનું સ્તર વધવાને કારણે એક કિઓસ્ક ધોવાઈ ગયો હતો. પાણી અને કાટમાળ કેટલાક ઘરોમાં ઘૂસી ગયા હતા અને એક ઘરને આંશિક નુકસાન થયું હતું. બડાહમાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું હતું.

vtv app promotion

ભુંટાર બજારમાં પણ નુકસાન થયું હતું

પીરડી નજીક કાંપ ભરાઈ જવાથી ભુંટારથી રામશીલા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેને ફરીથી બનાવવામાં આવ્યો છે. ખોખાણ નાળામાં પાણી ભરાઈ જવાથી ભુંટાર બજારની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને શુરાદ ચોક પાસેના રસ્તાને નુકસાન થયું હતું. પ્રાદેશિક કાનુનગો ભવન અને વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarakhand disaster Himalayas cloudburst heavy rainfall 2025 Uttarakhand disaster, Himachal Pradesh rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ