ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / તહેવારોની રજામાં તસ્કરોનો તરખાટ, કટરથી તિજોરી કાપીને 20 કરોડથી વધુના હીરાની ચોરી

સુરત / તહેવારોની રજામાં તસ્કરોનો તરખાટ, કટરથી તિજોરી કાપીને 20 કરોડથી વધુના હીરાની ચોરી

Published By: Nidhi Panchal

Last Updated: 02:40 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કાપોદ્રામાં તહેવારોની રજાના સમય દરમિયાન ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા અને 20 કરોડથી વધુના હીરા ચોરી કરી ફરાર. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી, પરંતુ તસ્કરો હજુ પકડાયા નથી.

ADVERTISEMENT

Surat : તહેવારોની રજાના સમયમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોરીના બનાવે હીરા ઉદ્યોગમાં ચકચાર મચાવી દીધી છે. તસ્કરો કંપનીની ઓફિસની તિજોરી કટર વડે કાપી 20 કરોડથી વધુના રફ હીરા અને રોકડની સાથે સાથે CCTV-DVR પણ લઈને ફરાર થઇ ગયા. બનાવની જાણ થતાં જ DCP, ACP અને શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

srt-chori

આ બનાવ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપૂરવાડી ખાતેની કંપનીના ચોથા માળે થયો છે. તસ્કરો રજા દરમિયાન 15થી 17 ઓગસ્ટ વચ્ચે અવસરનો લાભ ઉઠાવીને આ ચોરી કરી હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને 18 તારીખની સવારે તેઓએ કંપની પર પહોંચતા તિજોરી કાપવામાં આવી હોવાનો અને રફ હીરા તેમજ રોકડની ચોરી થયાનો નોંધાવ્યો.

SRT-chori-2

CCTV કેમેરા પણ તોડી નાખ્યા

તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના પુરાવાઓ દૂર કરવા માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરા તોડી અને DVR પણ ઉઠાવી ગયા. આ મામલે પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલ CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેથી તસ્કરો અંગેની માહિતી મળી શકે. આ ઘટનાને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થાના પ્રમાણ પર પ્રશ્ન ઉઠ્યો છે.

app promo3

આ પણ વાંચો : ગાંધીનગરવાસીઓને હવે કાયમી રાહત, તંત્રએ લીધો જબરજસ્ત નિર્ણય, મેયરે કરી જાહેરાત

સુરત DCP આલોક કુમારનું કહેવું છે કે, તસ્કરો પાસે ગેસ કટર મશીન હતું અને તિજોરી કાપી ચોરી કરી હતી. કેટલીક ટાઇલ્સ તૂટી ગયા છે, જેનાથી અંદાજે શકાય છે કે તેઓ કોઈ વાહન દ્વારા આવ્યા હતા. પોલીસ ઇનપુટ્સ, CDR અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે મળીને તપાસને સઘન બનાવી રહી છે. હાલ માલિકના હિસાબ મુજબ 20 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતું હીરા અને રોકડ તસ્કરો સાથે ગાયબ છે. પોલીસે FIR દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે અને તસ્કરોને ઝડપવાની કામગીરી ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DK and Sons Diamond Surat diamond theft 20 crore heist

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ