ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરવાસીઓને હવે કાયમી રાહત, તંત્રએ લીધો જબરજસ્ત નિર્ણય, મેયરે કરી જાહેરાત
Last Updated: 01:46 PM, 18 August 2025
ADVERTISEMENT
ગાંધીનગર શહેર હવે રાજ્યનું પહેલું એવું શહેર બન્યું છે જ્યાં નાગરિકોને 24 કલાક નિરંતર પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે. આ ઐતિહાસિક પગલાનું અમલ મંગળવારથી શરૂ થશે, જેમાં પ્રથમ તબક્કા તરીકે સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોમાં 24x7 પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન બાદ લેવાયેલો આ નિર્ણય શહેરના પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે એક પરિવર્તન ગણાય છે. ટૂંક સમયમાં શહેરના બાકીના સેક્ટરોમાં પણ સતત પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.
પાણી પુરવઠો માટે મીટર આધારિત બિલિંગ
ADVERTISEMENT
આ નવી વ્યવસ્થા અંતર્ગત દરેક ઘર પર પાણીનું મીટર લગાવવામાં આવશે અને પાણીના ઉપયોગ અનુસાર નાગરિકો પાસેથી બિલ વસૂલ કરવામાં આવશે. આથી પાણીનો યોગ્ય ઉપયોગ થશે અને વ્યર્થ વપરાશ પર રોક આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ જશોદાનગર આત્મવિલોપન કેસમાં નવો વળાંક, કોર્પોરેટરને 4,00,000 આપ્યાના દાવાથી હડકંપ
ADVERTISEMENT
લિકેજ અંગે નાગરીકો મહાનગરપાલિકાને જાણ કરશે
નાગરિકો તેમના વિસ્તારમાં પાણી લિકેજ થતી હોય તો તે અંગે મહાનગરપાલિકાને જાણ કરી શકશે. મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી લિકેજ દૂર કરવાની કામગીરી હાથ ધરશે, જેથી પાણીનો બચાવ થાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ