ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જશોદાનગર આત્મવિલોપન કેસમાં નવો વળાંક, કોર્પોરેટરને 4,00,000 આપ્યાના દાવાથી હડકંપ

આક્ષેપ / જશોદાનગર આત્મવિલોપન કેસમાં નવો વળાંક, કોર્પોરેટરને 4,00,000 આપ્યાના દાવાથી હડકંપ

Last Updated: 01:30 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં થોડા દિવસ પહેલા જશોદાનગરમાં દબાણ દૂર કરવા જતા મહિલાઓ આત્મવિલોપન કર્યું હતું. જેમાં મહિલાનું મોત થયું હતું. આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટર સાથે લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

ADVERTISEMENT

અમદાવાદના આત્મવિલોપન કેસમાં પરિવારજનો કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે. અગાઉ પણ કોર્પોરેશનના અધિકારીો ડિમોલિશન કરવા આવ્યા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટરને 4 લાખ રૂપિયા આપ્યા હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. કોર્પોરેટર મૌલિક પટેલને 4 લાખ રૂપિયા આપ્યા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. મૃતક મહિલાના પરિવારજનોઓ કોર્પોરેટર પલ આક્ષેપ કર્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ દબાણ દૂર કરવા જતા મહિલાએ આત્મવિલોપન કર્યું હતું. કેરોસીન છાંટી સળગી જતા નર્મદાબેનનું મોત થયું હતું.

મહિલાના આત્મવિલોપન કેસમાં ફરિયાદ નોંધાવા પામી

અમદાવાદમાં જશોદા નગરમાં મહિલાના આત્મવિલોપન કેસમાં ફરિયાદ નોંધાવા પામી છે. મહિલાઓ આત્મવિલોપન કરીને મોતને વ્હાલું કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. AMC એસ્ટેટ વિભાગના કર્મચારી તેજસ મકવાણા, હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયો ગુનો છે. દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ બાદ મહિલાએ આત્મવિલોપન કર્યું હતું. AMC કર્મચારીઓએ બળજબરીપૂર્વક દુકાન ખાલી કરાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મૃતક મહિલાના પતિ રમેશ કુમાવતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ જ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે.

મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો

અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનુ મોત થયું હતું. મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઈનકાર કરી રહ્યા છે. જશોદાનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલેશન હાથ ધરાયું હતું. ડિમોલેશન દરમ્યાન એક દુકાન ધારક મહિલાએ કેરોસીન છાંટી આગ લગાવી હતી. થોડા કલાકોની સારવાર બાદ મહિલા નર્મદાબેન કુમાવતનું મોત થયું હતું. પરિવારજનોએ AMC ના અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી. જ્યાં સુધી amc ન અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં તેમ પરિવારજનોએ માંગ કરી હતી.

કોંગ્રેસ શહેર પ્રમુખે મહિલાની મુલાકાત લીધી

જશોદાનગર માં ડીમોલેશન દરમિયાન મહિલા દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ઘટના મનપા સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે પીડિત મહિલાના પરિવારને મળવા કોંગ્રેસ નેતા ઓ એલ જી હોસ્પિટલ પહોંચ્યા હતા કોંગ્રેસ ના શહેર પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે જે ઘટના બની હતી તે દુઃખદ છે .. નોટિસ આપ્યા વગર ડીમોલેશન માટે ગયા હતા પોલીસ પણ સાથે નહોતી. કરિયાણા ની દુકાન હતી જેમાં લાંચ એસ્ટેટ વિભાગ દ્વારા માંગવામાં આવી હતી. જે બેન છે તે હાલ ગંભીર હાલત માં છે .. માત્ર એક દુકાન ને ટાર્ગેટ મનપા દ્વારા કરવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામ થાય છે તે બરાબર છે પણ મનપા ની જાણ બહાર થયું તેવું પણ નથી . બાંધકામ થયા બાદ આ પ્રકારે કામગીરી કરવી તે યોગ્ય નથી ..

વેપારીઓ અને AMC ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું

અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશનના CCTV સામે આવ્યા હતા. ડિમોલિશન સમયે એક મહિલાએ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પોતાના પર કેરોસીન છાંટીને આગ લગાવી હતી. મહિલા ગંભીર રીતે દાઝી જતા LG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડિમોલિશન સમયે વેપારીઓ અને AMC ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચોઃ વધુ એક BMW કારચાલકે મહિલાને અડફેટે લેતા દર્દનાક મોત, પાછું ગાડી પર લાગેલું પોલીસનું સ્ટીકર

શું હતો સમગ્ર મામલો

અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા જતાં બબાલ થઈ હતી. જશોદાનગર પાસે AMCના ડિમોલેશનને લઈને મારામારી થઈ હતી. ગેરકાયદેસર દબાણ હટાવવા જતા મહિલાએ આત્મ વિલોપન પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ પર હુમલો કરાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મહિલા, મહિલાના પતિ અને બાળકને પણ ઇજા પહોંચી હતી. સમગ્ર પરિવારને L.G હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં રોષ ભરાતાં AMC ની ટીમ પર પથ્થર માર્યો કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jashodanagar Suicide Case Woman Suicide Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ